ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ
એક તરફ કોરોના નો વધતો કાળો કેર અને બીજી બાજુ રોમિયો ગિરી કરતા અમુક ઈસમો પર્યાવરણ ને અને લોકો ના સ્વાસ્થ્ય ને બગાડી રહ્યા છે.
સોસીયલ એક્ટીવેસ્ટ સંજય એઝવા એ ટ્રાફિક ડી.સી.પી ને ફરિયાદ કરી છે કે મોટરસાઇકલ માં સાઈલેન્સર બદલી ધૂમ જેવા અવાજ કરતા વાહનો પકડી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે..
આજકાલ મોટરસાયકલ કંપની તરફથી આપેલ સાયલન્સર બદલીને વધારે આવાજ વાળું સાયલન્સર મૂકાવીને ધૂમ સ્ટાઇલમાં ગાડી ચલાવાની એક ફેશન બની ગઇ છે.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોટરસાયકલમાં વધારે પડતો અવાજ કાઢી બધાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે યુવાનો સાયલન્સર બદલીને નિયમ ભંગ કરી અવાજ પ્રદૂષણ કરીને ગાડીઓ ચલાવતા હોય છે.
આ પ્રમાણે મોટરસાયકલ વધુ અવાજ કરીને ચલાવે ત્યારે અન્ય વાહનચાલકો તથા આજુબાજુના રહીશીઓના પણ કાનના પરડા ફાડી નાખે એટલો અવાજ કરતા હોય છે.
હાર્ટએટેક થી પીડાતા લોકો તથા અન્ય બીમારીથી પીડાતા લોકોને આ પ્રકારના આવાજથી સ્વાસ્થ્યને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે.
મોટર વ્હીકલ એક્ટ મુજબ કંપની દ્વારા ફિટ કરવામાં આવેલ સાયલન્સર કાઢીને આ પ્રમાણે વધુ આવાજ કરતું સાયલન્સર ફીટ કરવું ગુનો બને છે. જેના માટે વાહન ચાલકોની અટકાયત કરીને વાહન કબજે લેવા માટેની જોગવાઈ છે.
હાલમાં સુરત શહેરના ઘણા બધા રસ્તાઓ જેવા કે વરાછા મેઇન રોડ, વી.આઈ.પી રોડ , પિપલોદ રોડ, અઠવાલાઇન્સ , અડાજણ રોડ, એલ.પી સવાણી રોડ,પાલ રોડ, ગૌરવ પથ રોડ પર આ પ્રમાણે વધારે પડતા અવાજ કરતી ગાડીઓ દેખાય છે.
શહેરના જાગૃત નાગરિક શ્રી સંજય ઇઝાવા દ્વારા પોલીસ કમિશનર અને સુરત આર.ટી.ઓ. અધિકારીને પત્ર લખી આ પ્રકારના કાયદાનો ભંગ કરનાર અને પ્રદુષણ ફેલાવતી મોટરસાયકલો જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવેલ છે.
સુરત આર.ટી.ઓ. શ્રી ચાવડા સાહેબના કહેવા મુજબ વધુ અવાજ કરતી ગાડીઓ રસ્તા ઉપર ચલાવવાની છૂટ નથી આમ કરવાથી ગુન્હો બને છે. કંપની દ્વારા ફીટ કરવામાં આવેલ સાયલન્સર બદલીને વધુ અવાજ વાળું સાયલન્સર ફીટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે સંજય ઇઝાવા દ્વારા ટ્રાફિક ડી.સી.પી. ને પણ ફરિયાદ કરીને કડક કાર્યવાહી કરવા માટેની માગણી કરવામાં આવેલ છે.
આ પ્રમાણે વધુ પડતો આવાજ કરતી ગાડીઓ નજરમાં આવશે તો ગાડીનો નંબર નોંધીને ટ્રાફિક પોલીસ તથા આર.ટી.ઓ.માં ફરિયાદ કરવા માટે જાહેર જનતાને પણ સંજય ઇઝાવા દ્વારા અપીલ કરવામાં આવી છે.
સંવાદદાતા વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

COMMENTS