સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ
કોરોના વાયરસ જે સમગ્ર દેશ માં ફેલાયેલો એક અતિશય ગંભીર વાયરસ કહી શકાય. જેના કારણે ઘણા દેશો ની આર્થિક પરિસ્થિતિ નબળી પડી છે. એવી જ રીતે ભારત માં લોકડાઉન દરમિયાન દરેક લોકો ની રોજગારી બંધ હતી. છતાં સ્કૂલો દ્વારા ફી ઉઘરાણી ના ફોન આવે છે. એટલું ઓછું હતું ત્યાં તો સરકાર દ્વારા વીજ બિલ માં વધારો મુક્યો.
★કર માફી અભિયાન સમિતિ દ્વારા સુરત કલેક્ટર તથા સી.એમ.ઓ અને વીજય રૂપાણી સરકાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેઓ ની માંગ નીચે મુજબ છે.
પ્રતિ શ્રી,
(1) કલેક્ટર શ્રી, સુરત જિલ્લા.
(2) મુખ્યમંત્રી શ્રી,ગુજરાત રાજ્ય.
વિષય : વીજળી બિલ, સ્કુલ ફી, તથા વેરા બિલ, માફ કરી કોરોનાથી લોકડાઉનના કારણે આર્થિક રીતે ભાંગી પડેલા લોકોને રાહત આપવાની માંગણી બાબતે.
■ કોવિડ -19 રોગચાળાને લીધે થયેલ લોકડાઉનથી ગરીબ-મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ છે. ઉદ્યોગ, વેપાર અને ધંધા બંધ હોવાના કારણે તેઓ બેરોજગાર બન્યા છે. આવી સ્થિતિમાં, તેઓ આર્થિક રીતે અક્ષમ થઈ ગયા છે અને ઘણા સ્થળોથી આત્મહત્યાઓના અહેવાલો પ્રાપ્ત થયા છે
આ સંજોગોને ધ્યાનમાં લેતા, ગરીબ-શ્રમજીવી અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપવાની જરૂર છે. આવી પરિસ્થિતિઓમાં સ્કુલ ફી, વીજળીના બિલ, અને વેરા બિલ માફ કરવા જોઈએ જેથી તેમને થોડી રાહત મળે. માટે અમો તમામ નાગરિકો વતી આપશ્રી સમક્ષ સ્કૂલ ફી, વીજળી બિલ તેમજ વેરા બિલ માફ કરવાની માંગણી કરીયે છીએ. આશા છે કે આપ તરફથી લોકલાગણીને ધ્યાનમાં રાખીને આ અંગે યોગ્ય નિર્ણય લેવાશે.
સુરત શહેરમાં અને ગુજરાત ના અલગ અલગ શહેર તથા ગામડા માં લોકો દ્વારા અત્યારે વીજ બિલ ,વેરા બિલ અને સ્કૂલ ફી માં રાહત માટે ની માંગ કરવામાં આવી રહી છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી

COMMENTS