કેન્દ્રીય શિક્ષણ રાજયમંત્રીશ્રી ડો.સુભાષ સરકારજી ઓકસફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીની મુલાકાતે
પ્રાપ્ત માહિતી મુજબ તા.૧૨/૧૦/૨૨ ને બુધવારના સવારે ના ૦૯:૧૫ કલાકે ભારત સરકારના શિક્ષણમંત્રીશ્રી ડો. સુભાષ સ૨કા૨જી ઓકસફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા જેમાં તેમણે ખુબ જ રસપુર્વક આ શિક્ષણ સંસ્થા સ્થાપવા માટેના શુભ સંકલ્પ કેવી રીતે આવ્યો અને છેલ્લા આઠ વર્ષમાં આ સંસ્થાની પ્રગતિ કેવી રીતે થઈ તેની જીણવટ ભરી માહિતી રસપુર્વક મેળવી અને પોતાના અંતરના ભાવ થી ખુબ જ પ્રસન્નતા અને રાજીપો વ્યકત કર્યો હતો અને સંસ્થા દ્વારા થતી સહ અભ્યાસિક પ્રવૃતિઓ તથા વિદ્યાર્થીઓ માટે થતા.
કેરીયર કાઉન્સેલીંગના સેમીનાર અને વિદ્યાર્થીઓના ભવિષ્યના ઉચ્ચ શિક્ષણ માટેના સંસ્થા દ્વારા થતા પ્રયત્નને બિરદાવ્યા હતા સાથે સાથે સ્કૂલની શિક્ષણ બાબત ની જીણી જીણી બાબતોની જીણવટ ભરી માહિતી મેળવી સ્કૂલ ચાલુ હોય ધોરણ ૧૨ સાયન્સના કલાસ રૂમ માં વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ બાબત ની અને સ્કૂલ તરફથી મળતા શિક્ષણ બાબતની ચર્ચા કરી ફિઝિકસ અને કેમેસ્ટ્રી વિષયો ભણાવી વિદ્યાર્થી તથા શિક્ષક મિત્રોને ચકિત કરી અને ભારતદેશના પ્રધાનમંત્રી માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમના કુશળ શિક્ષણમંત્રી તરીકેની છાપ ઉભી કરી હતી અને અંતમાં માખિક તથા લેખિતમાં શુભ સંદેશો તથા સંસ્થા ની ઉતરોતર ખુબ જ સારી પ્રગતિ થાય તેવો ભાવ વ્યકત કર્યો હતો.તેમની સાથે ગાંધીનગર થી રાજય સરકારશ્રીના અધિકારીશ્રી ડો ઉમેશભાઈ સાહેબ તથા અમરેલી જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ કાબરીયા તથા અમરેલી જીલ્લા શિક્ષણાધિકારી ઓફિસ ના અધિકારીશ્રીઓ સાથે રહયા હતા આ મુલાકાત દરમિયાન તેમની સાથે સંસ્થાના મેનેજીંગ ડીરેકટર શ્રીમયુરભાઈ ગજેરા સાહેબ તથા એજયુકેશન ડાયરેકટર શ્રી નિલેશભાઈ ગજેરા સાહેબ તથા કેમ્પસ ડાયરેકટરશ્રી પ્રહલાદભાઈ વામજા સાહેબ સાથે રહી માહિતી પુરી પાડી હતી તેવી અખબારી યાદી જણાવે છે.
રિપોર્ટર :- કિશન નાથાણી
COMMENTS