ભારતીય સંસ્કૃતીમાં તહેવારોની ઉજવણી નું આગવું મહાતમય છે ત્યારે શીતળા સાતમ ના પર્વ ની પણ પરંપરાગત રીતે ઉસ્તાહભેર ઉજવણી કરાવાય છે .
ફાગણ મહિના મા ઉજવતા શીતળા સાતમની ઉજવણી રાજસ્થાન ને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં થાય છે. આ પર્વ ની ઉજવણી પ્રસંગે વિવિધ સ્થળે લોકમેળા પણ યોજાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ના ડીસા તાલુકા ના કૂંપટ ગામે બિરાજમાન રાજ રાજેશ્રરી શીતળા માતાના પ્રાચીન મંદિરે પણ શીતળા સાતમ નો ભાતીગળ લોક મેળો યોજાસે . વર્ષોથી યોજાતો આ મેળામાં ગ્રામ્ય સંસ્કૃતી ના દર્શન થાય છે . આમ તો શીતળા સાતમ વર્ષ મા બે વાર આવે છે. એક શીતળા સાતમ શ્રાવણમાસ ના કૃષ્ણ પક્ષમાં ઉજવાય છે. જ્યારે બીજી શીતળા સાતમ ફાગણ વદ સાતમ ના દિવસે ઉજવાય છે. જોકે અહિ ઉજવાતા મેળા મા લોકો અનોખી બાધા,આખડી પુરી કરવા આવે છે ખાસ કરીને તથા બાળકો મા થતા ઓરી,અછબડા ના રોગ મા બાળકો જલ્દી સ્વસ્થ થઇ જાય તે માટે બાળકો ને મિઠાઈ કે સાકર થી તોલવાની બાધા તેમજ આંખો મા થતો રોગ હોય તો માતાજી ને આંખો અર્પણ કરવાની બાધા રાખતા હોય છે અને આ બાધા આખડી પૂર્ણ કરવા માટે આજુબાજુ ના 70 થી પણ વધુ ગામના લાખો શ્રદ્ધાળુઓ શીતળા માતાના મંદિરે આવે છે.
કૂંપટ ગામ ખાતે યોજાવનાર શીતળા સાતમ ના મેળામા આયોજકો અને ગ્રામજનો દ્વારા પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામા આવે છે. આ મેળા મા સરકાર દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામા પણ આવે છે . આમ દર વર્ષે ઉજવાતા શીતળા સાતમ મેળા ને લઈ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે.તો બીજી તરફ યોજાવનાર શીતળા સાતમ ના મેળામાં ખાસ બાળકો અને મોટાઓ સૌ કોઈ મેળામા મા લાગેલી વિવિધ શેરડી,રમકડા,પકોડી,બરફ ગોળા,આઇસક્રીમ,બંગડીઓ જેવા વિવિધ સ્ટૌલો લગાવવામા આવે છે . દર વર્ષે સુંદર મેળા નું આયોજન કરવામા આવે છે
કૂંપટ ગામ ખાતે યોજાયેલા શીતળા સાતમ મેળા મા ઉમટી પડેલા ભાવિકો માટે મેળા ના આયોજક અને ગ્રામજનો દ્વારા પણ સુંદર વ્યવસ્થા ગોઠવાય છે. ત્યારે આજના ટેકનોલોજીના યુગમા પણ લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શનાથઁ આવતા આપણી ગ્રામ્ય સંસ્કૃતીની ઝલક પણ આવા ભાતીગળ લોક મેળામા જોવા મળે છે
હિતેશ માળી

COMMENTS