આ જાગૃત નાગરિકે ટ્રાફિક પોલીસને નિયમોનું ભાન કરાવ્યું. ટોઇંગ ક્રેન સંચાલક પાસેથી ૬ મહિનામાં લાખ્ખો રૂપિયાનો દંડ વસુલ કરાવ્યો.
સુરત ટ્રાફિક પોલીસ સુધરી ગઈ, વર્ષ ૨૦૨૦માં લોકડાઉન દરમિયાન ટોઇંગ ક્રેન સંચાલનમાં થયેલ ભ્રષ્ટાચાર ફરિયાદ પછી વર્ષ ૨૦૨૧ માં એજન્સીના રૂ. ૩.૭૫ લાખ ૬ મહિનામાં દંડ પેટે કાપી લીધા.
સુરત માં લોકડાઉન અને ત્યાર પછીના દિવસોમાં ટોઈંગ કેન બંધ હોવા છતા સત્તાનો દુર-ઉપયોગ કરીને લાખ્ખોના પેમેન્ટની ચૂકવણી કરવા બદલ નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક અને મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગ ની સાથે ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલ સામે પણ કાર્યવાહી કરવા માટે શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવામાં આવેલ હતી. આ ભ્રષ્ટાચારમાં ઉચ્ચ કક્ષાના IPS અધિકારી એવા નાયબ પોલીસ કમિશ્નરશ્રી પ્રશાંત સુમ્બે તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી એ.પી ચૌહાણની સંડોવણી હોવાથી તપાસ અધિકારી અધિક પોલીસ કમિશ્નર શ્રી શરદ સિંઘલ અઈ.પી.એસ દ્વારા બંને અધિકારીઓને બચાવી આ આરોપમાં ભ્રષ્ટાચાર થયું નથી એવો રીપોર્ટ પણ કરી દેવામાં આવેલ છે.
સુરત પોલીસ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી નહી કરતા મામલો હાલ નામદાર ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં પેન્ડીંગ છે. અને નામ. સુપ્રિમ કોર્ટના લલીતા કુમારી વિરૂધ્ધ ઉત્તરપ્રદેશ સરકારના કિસ્સામાં આપેલ ચુકાદો તથા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી તરફથી બાહર પાડેલ પરીપત્ર મુજબ "ભ્રષ્ટાચાર સબંધિત કેસો કે જેમાં ઘટના બન્યાના લાંબા સમય બાદ એફ.આઈ.આર.ની નોંધણી ફરીયાદી તરફથી કરાવવામાં આવે તેવા સંજોગોમાં તથા અન્ય જરૂર જણાય તેવા કેસોમાં એફ.આઈ.આર.ની નોંધણી પૂર્વે કોગ્નિઝેબલ ગુનો બને છે કે કેમ, તે અંગેની જરૂર જણાયે યોગ્ય પ્રાથમીક તપાસ કરી શકાશે અને ત્યારબાદ પ્રાથમીક તપાસ વધુમાં વધુ એક સપ્તાહમાં પૂર્ણ કરી યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે." તપાસ અધિકારી દ્વારા આ પરિપત્ર અને નામ. સુપ્રિમ કોર્ટના ચુકાદાનો ભંગ કરતા જ અરજદાર દ્વારા તપાસ અધિકારી સામે ફરજ ઉપર બેદરકારી અને સત્તાના દુરુપયોગ સામે કાર્યવાહી કરવા જ્યુડી. મેજી. ફર્સ્ટ ક્લાસ કોર્ટ, સુરતમાં પણ કેસ દાખલ કરવામાં આવેલ છે.
વર્ષ ૨૦૨૦ માં ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલના આખા વર્ષમાં કોઈ દંડ કે પેનલ્ટી કાપ્યા વગર પૂરે પૂરું પેમેન્ટ આપી દેવામાં આવતું હતું. લોકડાઉન માં પણ કામગીરી નહી કરેલ હોવા છતાં લાખોના પેમેન્ટ આપી દેવામાં આવ્યું, અને ઈ ફોલો કેમ્પએઇન દરમિયાન પણ તમામ ક્રેનનું પૂરે પૂરું ભાડું ચૂકવી દેવામાં આવેલ છે. આ તમામ મુદ્દાઓ ફરિયાદમાં શામિલ કરવામાં આવેલ હોવાથી હવે વર્ષ ૨૦૨૧ માં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કાળજી રાખવામાં આવેલ છે. ટોઈંગ ક્રેન માં ઓછા મજૂર રાખવામાં આવેલ હોઈ તો પણ દંડ કરવામાં આવેલ છે, જે દિવસ ક્રેન બંધ હોઈ એનું પણ ભાડું કાપી લેવામાં આવેલ છે, ટોઈંગ ક્રેન દ્વારા લઘુતમ કામગીરી ના થઈ હોઈ તો પણ દંડ કરવામાં આવેલ છે, અને નિયત સમય મર્યાદાથી ઓછો સમય કામગીરી કરવામાં આવેલ હોઈ તો પણ દંડ વસુલ કરવામાં આવેલ છે.
ફેબ્રુઆરી ૨૦૨૧ થી જુલાઈ ૨૦૨૧ સુધીના ૬ મહિના માં અન્દાજે રૂ. ૩,૭૫,૬૦૦/- ટોઈંગ ક્રેન અજેન્સી રોનક ટ્રેડેર્સ, અમદાવાદ પાસે થી વસુલવામાં આવેલ છે. સાથે સાથે ઈ ફોલો કેમ્પૈન દરમિયાન ૧૬ પૈકી ૮ ક્રેન બંધ રાખીને ખોટું ભાડુ ચુકાવામાંથી પણ બચેલ છે. એક જાગૃત નાગરિક દ્વારા ઉઠાવવામાં આવેલ સવાલ પછી આજે સુરત પોલીસ દ્વારા જનતાના લાખો રૂપિયાની બચત કરવામાં સફળ થયેલ છે.
વધુમાં સંજય ઇઝાવા દ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ ૨૦૨૦ માં લોકડાઉન દરમિયાન ઉચ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર પુરવાર કરાવી યોગ્ય સજા અપાવવાના પ્રયત્નો ચાલુ રહશે.
संवाददाता विपुल ( सूरत , गुजरात )
COMMENTS