સિધ્ધપુર નગરપાલિકાના ૩ અપક્ષ સદસ્યો આમ આદમી પાર્ટીમાં જોડાયા
સિદ્ધપુરના સિધ્ધાર્થ પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાની સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ નં.૨ ના ત્રણ અપક્ષ નગરસેવકો (કોર્પોરેટર) વિકાસ પટેલ નિરમાબેન સેધુસિંગ ઠાકોર અને નીતાબેન રમેશભાઈ પટેલ આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને આપ ની ગુજરાત પ્રદેશ ટીમના કામોથી પ્રભાવિત થઈને પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નાભાણીની અધ્યક્ષતામાં પાર્ટીનો ખેસ પહેરી પોતાના 200થી વધુ સમર્થકો સાથે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા હતા.
આ પ્રસંગે આપ પાટણ જિલ્લા ઉપાધ્યક્ષ ભાવેશ પટેલ જિલ્લા લીગલ હેડ દેવેન પટેલ, સિદ્ધપુર શહેર પ્રમુખ અશોકભાઈ પરમાર,સિધ્ધપુર તાલુકા પ્રમુખ ડો.રમેશભાઈ રાવળ ,જિલ્લા કિસાન સંજ્ઞા પ્રમુખ વજીરઅલી સૈયદ તથા સિદ્ધપુર શહેર/તાલુકાના આપ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
આ તબક્કે પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નાભાણી જણાવેલ કે આપમાં જોડાયેલ નગરસેવકો આવતીકાલથી જ સિધ્ધપુર નગરની પ્રજાના પ્રજાકીય કામો આમ આદમી પાર્ટીના સિધ્ધાંતો અને પાર્ટીની ગાઇડલાઈન મુજબ કરશે અને તેવી કામગીરી કરતા પાર્ટીના કોઈપણ કાર્યકર્તા કે નગરસેવકને અટકાવવામાં આવે તો આપ ગુજરાત પરિવાર તેમને પૂરતો સાથ સહકાર આપશે તેવી ખાતરી આપવામાં પણ આવી હતી.
અહેવાલ:-જલ્પેશ પરમાર(પાટણ)
COMMENTS