માહિતી બ્યુરો, પાટણ
જિલ્લામાં કોવિડ-૧૯ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ દ્વારા તેને અટકાવવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડવા ફેસ માસ્ક સૌથી અગત્યની બાબત છે ત્યારે લોકોમાં માસ્ક પહેરવા અંગે જાગૃતિ કેળવાય તે માટે રાધનપુર પ્રાંત અધિકારીશ્રી દ્વારા સાંતલપુર ખાતે ફ્લેગમાર્ચ કરવામાં આવી.
સાંતલપુર ખાતે પ્રાંત અધિકારીશ્રી ડી.બી.ટાંક દ્વારા પોલીસ અધિકારી અને પોલીસ જવાનો સાથે શહેરના જાહેર માર્ગો પર ફ્લેગમાર્ચ યોજવામાં આવી. જેમાં ચાની લારી, દુકાનો તથા શહેરના માર્ગો જેવા જાહેર સ્થળોએ લોકોને માસ્ક પહેરવા અને સામાજીક અંતર જાળવવાની સુચના આપી હતી.
COMMENTS