આજે જળ સંચય અભિયાન અંતર્ગત થેરવાડા મુકામે બેઠક મળી...
જળ એ જ જીવન છે. પાણી આપણા સૌની પ્રાથમિક જરૂરિયાત છે. આજે ભૂમિગત જળ 1200 ફૂટે પહોંચ્યા છે. ત્યારે ખેડૂતને ખેતી કરવી હોય તો કઈ રીતે કરવી એક વિકટ પ્રશ્ન છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા સીપુ, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમ માં પાણી નથી. ખેડૂતોને ખેતી કરવા અને પશુપાલન કરવા મટે પાણી એક સમસ્યા છે.
પાણી મેળવવા અને ખેતી કરવા માટે એક જ ઉપાય છે કે તલાવડી. આ અનુસંધાને ડીસા તાલુકાના શેરપુરા ગામ ના વતની અને શિક્ષક એવા અણદાભાઈ જાટના પ્રયત્નોથી આજે ૪૦ જેટલા ખેડૂત મિત્રો જે ખેત તલાવડી બનાવવા માંગે છે તેમના માટે થેરવાડા મુકામે રમેશભાઇ ચૌધરીના ખેતરે vssm સંસ્થાના હેડ મિત્તલ બેન પટેલ ને બોલાવી એક બેઠક યોજી.
આ બેઠકમાં ઉદ્દેશ્ય સંસ્થા દ્વારા ખેડૂતોને ખેત તલાવડી બનાવવામ આર્થિક અનુદાન આપવું અથવા પ્લાસ્ટિક ફ્રીમાં આપવું એટલા માટે મળી.મિત્તલ બેન પટેલ તરફથી ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું અને આવનારા સમયમાં સંસ્થા દ્વારા ખેડૂતોને ખેત તલાવડી બનાવવામાં મદદરૂપ બનશે એવો ભરોશો પણ આપ્યો... આ બેઠકમાં મિત્તલબેન પટેલ,નારણભાઈ રાવળ, અણદાભાઈ જાટ અને 40 જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા.
संवाददाता सुरेश ( बनासकांठा , गुजरात )
COMMENTS