રાજસ્થાનના પાલી જિલ્લામાં શુક્રવારે સવારે એક ભીષણ એક્સિડન્ટમાં 4 લોકોનાં મોત થયાં છે. ઓવરટેક દરમિયાન સામેથી આવતા વાહનને જોઈને સ્પીડમાં આવતી ટ્રકે નિયંત્રણ ગુમાવી દીધું હતું. પરિણામે, ટ્રક પર લોડ બે કન્ટેનર પલટી ખાઈ ગયાં હતાં. એક કન્ટેનર બાજુમાં ચાલતી કાર પર પલટી ખાધી હતી, જ્યારે બીજું કન્ટેનર રસ્તા પર પડ્યું હતું. ભારે કન્ટેનર કાર પર પડતાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. કારમાં મુસાફરી કરતાં પતિ-પત્ની સહિત ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
આરસથી ભરેલા ટ્રેલરનો ચાલક બલરાય પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર યુ-ટર્ન લઇને કારને ઓવરટેક કરી રહ્યો હતો. તે જ સમયે કન્ટેનર અસંતુલિત બની ગયો અને કારને ટક્કર મારી. આને કારણે કારમાં ચારેય લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માતની બાતમી મળતાં સ્થાનિક પોલીસ મથક સ્થળ પર પહોંચી ગયો હતો.
[post_ads]
પોલીસ અધિક્ષક કાલૂરામ રાવતના જણાવ્યા પ્રમાણે, ઘટના બાલરાઈ ગામ પાસે ઘટી હતી. જોધપુરથી 4 લોકો કારમાં અમદાવાદ જતા હતા. એ જ દિશામાં એક ઓપન ટ્રક પસાર થતી હતી. એમાં બે ભારે કન્ટેનર લોડ કરવામાં આવ્યાં હતાં. કન્ટેનરમાં માર્બલ ભરેલો હતો. ટ્રકચાલકે સ્પીડમાં ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે જ તેણે સામેથી બીજી ટ્રક આવતી જોઈ હતી અને ઉતાવળમાં સંતુલન ગુમાવી દીધું હતું. જેથી ટ્રક પર લોડ બંને કન્ટેનર ઉંધા પડી ગયાં હતાં, એમાંથી એક કન્ટેનર કાર ઉપર પડ્યું હતું. જેમાં 4 લોકોનો દબાઈ જવાથી મોત થયા હતા.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317
COMMENTS