બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં ધાનેરા તાલુકાના તેમજ રાજસ્થાનમાંથી ખેડૂતો ખાતર અને બિયારણ લેવા માટે આવતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ધાનેરા વિસ્તારમાં ડુપ્લીકેટ ખાતર,જંતુનાશક દવાઓ તેમજ ડુપ્લીકેટ બિયારણને લઈ લોકો અને ખેડૂતોમાં અનેક તર્ક-વિતર્કો ઉઠી રહ્યા છે
કેટલાક દુકાનદારો ખાતર તેમજ બિયારણ ખેડૂતોને પધરાવી દે છે અને એ ખાતર કે બિયારણ ખેડૂતોના ઊભા પાક પર આડઅસર કરે ત્યારે આ વેપારીઓ ખેડૂતોને કોઈ જવાબ પણ આપતા નથીત્યારે આજે ખેડૂતોની રજૂઆતને લઈ ખેતીવાડી અધિકારી એ જે.
[post_ads]
રાવલે ગંજ રોડ ઉપર આવેલ શ્રધ્ધા એગ્રો નામની દુકાનમાં તપાસ હાથ ધરી હતી અને ખાતરના સેમ્પલ લીધા છે ત્યારે ખેતીવાડી અધિકારી દ્વારા અભિનેતા અને ઉત્પાદક નામની પેઢીઓ સામે ફરિયાદ પણ નોંધાવી છે ધાનેરા પોલીસે 75 કટાં ખાતર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ રાસાયણિક ખાતર 1985 ના ખંડ ૫ ૭ ૮ ૧૯ અને એ બી સી 1995 મુજબ તપાસ હાથ ધરી છે ભોળા અને અભણ ખેડૂતો સાથે ચિટીંગ કરનારા ધાનેરાના અનેક ખાતર બિયારણના વેપારીઓને તંત્ર પાઠ ભણાવે તેવી લોકમાંગ ઉઠી છે,
પ્રવિણ બોગુ, ધાનેરા
COMMENTS