સમગ્ર ભારતમાં ચકચારી ઘટના મનીષા વાલ્મિકીની ગેંગરેપ બાદ નિર્મમ રીતે હત્યાને અંજામ આપવાના પગલે સમગ્ર સિસ્ટમ હલી જવા પામી છે, ત્યારે સમગ્ર ભારતમાં ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પગલે ગત રોજ ધાનેરા તાલુકાના હડતા ગામમાં બહુજન સમાજ, બહુજન રિપબ્લિકન સોશ્યાલિસ્ટ પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ દ્વારા ગામમાં કેન્ડલ માર્ચ યોજી ગેંગરેપનો ભોગ બનેલ મૃતક મનીષા વાલ્મીકિ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશના હાથરસ માં બનેલી ચકચારી ઘટનાએ સમગ્ર ભારત ભરમાં ચકચાર મચાવી મુક્યો છે, ત્યારે ધાનેરા તાલુકાના હડતા ગામમાં બહુજન સમાજના ગ્રામજનો, BSP પાર્ટી અને BRSP પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ દ્વારા આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડવામાં આવી હતી તેમજ આવા અમાનવીય કૃત્ય કરનારા નરાધમીઓને ફાંસીની સજા મળે તે બાબતે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. વધુમાં ધાનેરા તાલુકાના બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ બળવંતભાઈ રાજાભાઈ અને બહુજન રિપબ્લિકન સોશ્યાલિસ્ટ પાર્ટીના બનાસકાંઠાના જિલ્લા અધ્યક્ષ પરાડિયા આંબાભાઈ રમેશભાઈએ જણાવ્યું હતું કે, મનીષાબેન વાલ્મિકીને યોગ્ય ન્યાય નહીં મળે તો, ઉગ્ર આંદોલન કરીશું તેવી સરકારને ચીમકી આપી હતી.
બહુજન રિપબ્લિકન સોસાલીસ્ટ પાર્ટી ના બ.કાં જિલ્લા અધ્યક્ષ આંબાભાઈ પરાડીયાએ જણાવ્યું હતું, કે મનીષાબેન વાલ્મિકીને ન્યાય અપાવવા માટે અમે પુરી તૈયારીમાં છીએ, મનીષાબેન વાલ્મિકીને યોગ્ય ન્યાય નહીં મળે તો તેના માટે આંદોલન કરવા રોડ ઉપર ઉતરવું પડે તો પણ પુરી તૈયારી સાથે ઉતરીશું અને વધુમાં જણાવતા આંબાભાઈ પરાડીયાએ વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કહ્યું કે, ભાજપ સાસિત રાજ્યો માં બહેન બેટી સુરક્ષિત નથી, જેને લઇને મોદી અને યોગીને જવાબદાર ગણાવ્યા હતા.આ કેન્ડલ માર્ચ કાર્યક્રમમાં હડતા ગામના બહુજન સમાજ, ધાનેરા તાલુકા બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ બળવંતભાઈ રાજાભાઈ, બહુજન રિપબ્લિકન સોશ્યાલિસ્ટ પાર્ટીના બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ પરાડિયા આંબાભાઈ રમેશભાઈ, સામાજિક કાર્યકર્તા તેજાભાઇ દલપતભાઈ પરાડીયા તેમજ ગ્રામજનો એ હાજરી આપી મૃતક મનીષા બેન વાલ્મિકીને શ્રદ્ધાંજલિ અપવામાં આવી હતી.
રીપોર્ટર - પ્રવિણ બોગુ, ધાનેરા
COMMENTS