મોડાસા કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ સાજા થતા રજા અપાઇ
અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ગ્રામિણ અને શહેરી વિસ્તારમાં જોવા મળ્યુ ત્યારે કોરોનાનો પ્રભાવ મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળ્યો હતો પણ આરોગ્ય તંત્રની સઘન સારવારથી મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી વધુ ૨૨ લોકોએ કોરોનાને મ્હાત આપતા જિલ્લામાં ૪૧ લોકો કોરોનોમુક્ત બન્યા છે.
આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. નાયકે જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધુ જોવા મળી રહ્યો ત્યારે આરોગ્ય વિભાગે તકેદારી રાખી સમયસરની સારવાર હાથ ધરાતાં કોરોના પોઝિટીવ દર્દીઓ ઝડપથી સ્વસ્થ્ય થઇ રહ્યા છે. જેમાં ગુરૂવારે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાંથી ૨૨ કોરોના પોઝિટવ દર્દીઓ સ્વસ્થ્ય થંતા રજા આપવામાં આવી હતી એમ મળી જિલ્લામાં કુલ ૪૧ લોકોએ કોરાનાને મ્હાત આપી છે. જેમાં ભિલોડાના ૧૧, મોડાસા તાલુકાના ૮, મોડાસા શહેરના બે, મેધરજના એક દર્દીઓનો સમાવેશ થાય છે.
કોરોનાને મ્હાત આપી સાજા થયેલા મોડાસા તાલુકાના ટીંટોઇ ગામના લક્ષ્મીબેન વણકર જણાવે છે કે, આરોગ્યતંત્રની સારસંભાળ અને વિશેષ કાળજીથી આજે મને નવજીવન મળ્યું છે. અંહિ હોસ્પિટલામાં જમવાથી માંડી તેની સ્વચ્છતાની ખાસ તકેદારી રખાય છે, વળી અમને આરોગ્યના કર્મીઓ તાળીઓથી સન્માન આપે તે મારા માટે ગૌરવની ક્ષણ સમાન હતી. કોરોનાને હરાવનાર મોડાસા શહેરના ઇમરાન ગુજરાતીએ જણાવ્યું હતું કે કોરોનાથી ડરવાની જરૂર નથી પણ તેનાથી સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. તેમણે લોકોને વારંવાર હાથ ધોવા,માસ્ક પહેરવા અપીલ કરી હતી
રિપોર્ટર - હર્ષ શાહ
રિપોર્ટર - હર્ષ શાહ
COMMENTS