સિધ્ધપુર તાલુકાના દશાવાડા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ 19 અંતર્ગત રસીકરણનો કાર્યક્રમ યોજાયો
સમગ્ર વિશ્વમાં જયારે COVID 19 કોરોના મહામારી હોય ત્યારે સરકારશ્રી દ્વારા આમ જનતાનુ આરોગ્ય સુખમય અને તંદુરસ્ત રહે તે માટે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ સરકાર શ્રી દ્વારા તારીખ 13-6-2021 ના રોજ કોરોના વેકસીનનું સેશન દશાવાડા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં 18 થી 45 વયના ૨૦૨ જેટલા ભાઈઓ અને બહેનોને કોરોના વેકસીન આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મેડીકલ ઓફિસર ડૉ. કેતનભાઈ પટેલ, MPHW કિરણભાઈ પંચાલ, સંજયભાઈ પટેલીયા, FHW નેહાબેન પ્રજાપતિ, સોનલબેન ઠાકોર, આંગણવાડી કાર્યકર ભગવતીબેન ડી મકવાણા, શારદાબેન બી દેસાઈ, કમળાબેન જે નાયી, આશા ફેસેલીટી બબુબેન એમ પ્રજાપતિ તેમજ આશાવર્કર પ્રતીક્ષાબેન પી ગોસ્વામી, હંસાબેન એસ અને સસ્તા અનાજના દુકાનદાર જીવણભાઈ આર પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:-જલ્પેશ પરમાર(પાટણ)
COMMENTS