જન્માજન્મોત્સવ
જન્માષ્ટમી એ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે.
શ્રાવણ વદ આઠમના દિવસે સૃષ્ટિમાં સર્જાયેલા અંધકારને દૂર કરી ધર્મની સ્થાપ ના કરવા માટે પૂર્ણપૂરૂષોત્તમ ભગવાન શ્રી હરિ જગત કે નાથ ભગવાન વિષ્ણુએ આઠમા અવતાર તરીકે પૃથ્વી પર કૃષ્ણવતાર લીધો જેને આપણે કૃષ્ણ જન્માજન્મોત્સવ,ગોકુલાષ્ટમી અને જન્માષ્ટમી જેવા વિવિધ નામે ઉજવીએ છીએ. ગોકુલ, મથુરા, દ્વારિકા, ડાકોર જેવા શ્રી કૃષ્ણ ભગવાનના અતિ મહત્વના તીર્થ સ્થળોએ ભગવાનના દર્શનાર્થે ભક્તોની મોટી ભીડ ઉમટી પડે છે. અમારા ઉત્તર ગુજરાતના ગામડાઓમાં જન્માષ્ટમી એટલે કાનુડા પર્વ.
પ્રથમ(૧) પગથિયું એટલે કે કાનુડો લેવો એટલે કે માટીમાંથી કાનુડાની પ્રતિમા બનાવી એની સ્થાપના કરવી.
બીજું(૨)પગથિયું એટલે કે બાજઠ પર બેઠેલા કાનુડાની પ્રતિમાની સન્મુખ કાનુડો રમવો.
ત્રીજું(૩) પગથિયું એટલે કે આઠમ બાદ પારણા નવમીએ કાનુડો તેરવવો.
કુવાસીઓ ને મન કાનુડો વળાવવા વાળા ભાઈ મળી જાય તો વધુ એક દિવસ રમવા મળે.
કાનુડો એટલે કુવાસીઓ (પરણેલી દીકરીઓ) નો પ્રિય અવસર. સાસરીના અતિવ્યસ્ત જીવનમાંથી રિફ્રેશ થવા પરણેલી દીકરીઓ કાનુડાની રાહમાં અત્યંત આતુર હોય છે. ગામડા ગામમાં આખાય ગામની કુવાસીઓ પિયરવાટે ગામના ચોકે કાનુડાના ગીતો થકી રાસની રમઝટ જમાવતી ગાતી હોય છે કે,
કોના તમારી વાડીમાં મારી નથડી રે ખોવાણી !
જડી હોય તો દેજો.
ગામની બહેન દીકરીઓ એક સાથે એક ચોકમાં રમતી જોવી એ એક લ્હાવો હોય છે. મારે મન ગામની કુવાસીઓ માટે રસોડાની પ્રયોગશાળામાંથી મુક્તિ અપાવ તું પર્વ એટલે કાનુડો. આમ, અમારા ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા ડીસા અને પાટણમાં જન્માષ્ટમી પર્વ કાનુડા નામે અનોખી રીતે રીત રિવાજ ઉજવાય છે.
🚩જય શ્રી કૃષ્ણ
🚩જય શ્રી રામ
🚩જય વિષ્ણુ અવતાર
🖋️પઢીયાર લક્ષ્મણભાઈ માલી તા. ડીસા
જી .બનાસકાંઠા
ગુજરાત
COMMENTS