આટકોટમાં PM મોદીના કાર્યક્રમમાં આવો છે નજારો, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા.
PMનો બાળક પ્રત્યે પ્રેમ, વ્હાલ કરી કાન આમળ્યા, વડીલોના આશીર્વાદ લીધા.
PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યાર તેમણે રાજકોટમાં આટકોટ ખાતેની 40 કરોડના ખર્ચે નવનિર્મિત કે.ડી.પરેવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વડીલોના આશીર્વાદ લીધા હતા અને નાના બાળકોને મળીને તેમને વ્હાલ કર્યો હતો. આ મુલાકાત પછી પ્રધાનમંત્રીએ જાહેર સમારોહમાં સંબોધન કર્યું હતું. જેને પગલે હજ્જારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
લાખોની સંખ્યામાં મેદની એકઠી થઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આટકોટમાં અતિ આધુનિક કે.ડી.પી.હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે આવી પહોંચતાં તેમને સાંભળવા માટે ઠેર-ઠેરથી લાખોની સંખ્યામાં મેદની એકઠી થઈ ગઈ છે. બીજી બાજુ આજે વડાપ્રધાનને સાંભળવા માટે વહેલી સવારે છ વાગ્યાથી જ માનવ મહેરામણ સભાસ્થળે ઉમટી પડતાં કલાકોમાં જ ડોમ હાઉસફૂલ થઈ જવા પામ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી સૂરજદેવતા કોપાયમાન હોય તેવી રીતે આકાશમાંથી આગ વરસાવતાં ભારે ગરમી પડી રહી હતી પરંતુ આજે વાદળછાયં વાતાવરણ અને ફૂંકાઈ રહેલા પવનને કારણે ગરમીથી લોકોને આંશિક રાહત મળી રહી છે.
વડીલોના આશીર્વાદ લીધા હતા
5 હજાર કળશધારી બહેનો સ્વાગતમાં હાજર રહી
લોકાર્પણ સમારોહની વ્યવસ્થામાં રહેનારા 10 હજાર સ્વયંસેવકો માટે મોદીના ફોટાવાળા ખાસ ટી-શર્ટ અને ટોપી પહેરીને આવ્યા હતા. જયારે 30 હજાર જેટલી મહિલાઓને અલગ-અલગ રંગની સાડીઓમાં સજ્જ થઈને ઉપસ્થિત રહી હતી. જેમાં 5 હજાર કળશધારી બહેનો સ્વાગતમાં હાજર રહી હતી.
અનેરો થનગનાટ જોવા મળ્યો
આજે સવારથી જ રાજકોટ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાંથી લોકો ઉમટી પડ્યા હતા અને ફટાફટ ખુરશી મેળવી લેવા માટે મહેનત કરતાં જોવા મળ્યા હતા. એકંદરે 9 વાગ્યા સુધીમાં તો આખો ડોમ પેક થઈ જતાં 9 વાગ્યા બાદ પહોંચેલા લોકોએ ઉભા રહીને પણ વડાપ્રધાનને એકમને સાંભળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાડા ચાર વર્ષ બાદ જસદણ આવ્યા હોવાથી તેમની એક ઝલક મેળવવા માટે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો.
રિપોર્ટર
કિશન નાથાણી
COMMENTS