સ્વ. સુહાસિનીબેન વ્યાસના આત્માની સદગતી માટે પ્રાર્થના કરવામાં આવી
સ્વ. સુહાસીનીબેન વ્યાસના દુ:ખદ નિધન બાદ સમગ્ર સિધ્ધપુરમાં શોક છવાયો છે ત્યારે સૌએ તેમના આત્માને સદગતી મળે તે માટે પ્રાર્થનાઓ કરી છે. મ્યુ.
સદસ્ય વર્ષાબેન દવે અને બ્રમ્હસમાજની મહિલાઓ દ્વારા પણ સ્વ. સુહાસિનીબેનના પવિત્ર આત્માને પરમાત્મા ચિર શાંતી અને સદગતી આપે તે માટે ગુરૂવાર તા. ૧૮ માર્ચના રોજ સિધ્ધપુર ખાતે મંદિરમાં ભગવાન દત્તાત્રેય સમક્ષ બાવન દત્તબાવની અને ગીતાના ૧૫મા અધ્યાયનું પઠન કરવામાં આવ્યું તથા પાંચ મિનીટનું મૌન રાખી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. પૂર્વ ન.પા. પ્રમુખ સર્વમંગલાબેન ઠાકર, લત્તાબેન પંડ્યા, પન્નાબેન દવે વિગેરે મહિલાઓ જોડાઈ હતી.
COMMENTS