Pragati Media Group में JOIN होकर हर ख़बर से रहे अवगत .

પાટણ જિલ્લામાં ત્રણ સ્થળેથી કરાયો કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ

SHARE:

 નાગરિકોને આપવામાં આવનાર રસી સંશોધન બાદ તૈયાર થઈ હોવાથી એના વિશે કોઈ શંકા રાખવાની જરૂર નથી.
- સાસદશ્રી ભરતસિંહ ડાભી


સમગ્ર દેશ અને વિશ્વને બાનમાં લેનાર કોવિડ-૧૯ની બીમારી માટેની અસરકારક દવા ક્યારે આવશે એની રાહ સમગ્ર દેશ આતુરતાથી જોઈ રહ્યો હતો. આ આતુરતાનો અંત લાવતા તા.૧૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ રાષ્ટ્રના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીથી સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. 

 એ સાથે પાટણ જિલ્લામાં પણ પાટણ, ધારપુર અને રાધનપુર એમ ત્રણ સ્થળેથી કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લા માટે ફાળવવામાં આવેલ વેક્સિનના ડોઝમાંથી પ્રથમ દિવસે હેલ્થકેર વર્કર્સને રસી આપીને વિધિવત રીતે  જિલ્લામાં રસીકરણની શરૂઆત થઈ હતી.


પ્રથમ તબક્કામાં જિલ્લાના હેલ્થકેર વર્કર્સને આવરી લેવાશે .

[post_ads]

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રને પ્રેરક ઉદબોધન કર્યુ ત્યારબાદ જનરલ હોસ્પિટલ પાટણ ખાતે સાંસદશ્રી ભરતસિંહ ડાભી, ધારપુર મેડિકલ કોલેજ ખાતે જીઆઈડીસીના ચેરમેનશ્રી બલવંતસિંહ રાજપુત અને રાધનપુર ખાતેથી ભૂતપૂર્વ ધારસભ્યશ્રી અલ્પેશ ઠાકોરે ઉપસ્થિત રહી રસીકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પાટણના સાંસદશ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે આજનો દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.  

અનેક લોકોનો ભોગ લેનાર કોરોના મહામારી સામે આજે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. દેશના નાગરિકોને આપવામાં આવનાર આ રસી સંશોધન અને અભ્યાસ બાદ તૈયાર થઈ હોવાથી એના વિશે કોઈ શંકા રાખવાની જરૂર નથી. સાંસદશ્રીએ એ પણ જણાવ્યું હતું કે રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે છતાં સૌએ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન અવશ્ય કરવાનું છે. 

[post_ads]

 તેમણે કોરોનાના સમયમાં ખડેપગે કામ કરનાર સ્વાસ્થ્યકર્મીઓની સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો.અલ્પેશ સાલ્વી, જિલ્લા મુખ્ય તબીબી અધિકારીશ્રી ડો.અરવિંદ પરમાર અને શ્રી મોહનભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

ધારપુર મેડિકલ કોલેજ ખાતે જીઆઈડીસીના ચેરમેનશ્રી બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં રસીકરણનો આરંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, ધારપુર મેડિકલ કોલેજના ડીનશ્રી ડો.યોગેશાનંદ ગોસાઈ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન પાટણના પ્રમુખ ડો.નિખિલ ખમાર હાજર રહ્યા હતા. એજ રીતે સીએચસી રાધનપુરમાં ભૂ.પૂ. ધારાસભ્યશ્રી અલ્પેશ ઠાકોરની હાજરીમાં રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારીશ્રી ડી.બી.ટાંક, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.કે. વાઘેલા, જિલ્લા ટીબી અધિકારીશ્રી ડો.ભરત ગોસ્વામી હાજર રહ્યા હતા. આ ત્રણેય સ્થળોએ ખાનગી તબીબો અને સ્વાસ્થ્યકર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.  

પ્રથમ દિવસે અગ્રગણ્ય તબીબ ડો. મોહનીશ શાહ અને ડો. નિખિલ ખમાર સહિતના તબીબોએ કોરોના પ્રતિકારક રસી મુકાવી હતી. પાટણ જિલ્લાને વેક્સિનના કુલ ૧૦૨૪૦ ડોઝ ફાળવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ તબક્કામાં જિલ્લાના આરોગ્યકર્મીઓ કે જેઓએ કોરોના મહામારીના સમયે પોતાના જીવની પરવા કર્યા વિના સતત રાત-દિવસ સેવા આપી છે એમને રસી મુકવામાં આવશે.

COMMENTS

नाम

05,68,19,26,21,222,27,10,30,1260,59,608,60,2,61,3,62,5,63,1,64,3,65,2,66,2,70,220,72,2,फिटनस,8,andra,5,Big Story,32,Bihar,80,Bollywood,8,Breaking News,23,business,6,Chhattisgarh,153,coronavirus,143,crime,22,Delhi,24,education,11,food news,6,Gadgets,1,Gujarat,80,haryana,28,himachal pradesh,554,jaunpur,558,Jharkhand,1009,jyotish,16,law,1,Lockdown,201,madhya pradesh,480,maharastra,131,New Delhi,24,News,52,poem,1,politics,21,Pragati Media,3774,punjab,1163,rajasthan,367,Real story,2,Religion,11,tecnology,10,Uttar Pradesh,1259,Uttarakhand,7,Uttrakhand,48,West Bengal,2,
ltr
item
Pragati Media : પાટણ જિલ્લામાં ત્રણ સ્થળેથી કરાયો કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ
પાટણ જિલ્લામાં ત્રણ સ્થળેથી કરાયો કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ
જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, ધારપુર મેડિકલ કોલેજના ડીનશ્રી ડો.યોગેશાનંદ ગોસાઈ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન પાટણના પ્રમુખ ડો.
https://1.bp.blogspot.com/-ctw-XNuJvH0/YAQfy0T093I/AAAAAAAAZV8/V8ATEBat8Rsh3U4XnflTkM6BMG6g6kQCgCLcBGAsYHQ/w400-h266/IMG-20210117-WA0005.jpg
https://1.bp.blogspot.com/-ctw-XNuJvH0/YAQfy0T093I/AAAAAAAAZV8/V8ATEBat8Rsh3U4XnflTkM6BMG6g6kQCgCLcBGAsYHQ/s72-w400-c-h266/IMG-20210117-WA0005.jpg
Pragati Media
https://www.pragatimedia.org/2021/01/blog-post_86.html
https://www.pragatimedia.org/
https://www.pragatimedia.org/
https://www.pragatimedia.org/2021/01/blog-post_86.html
true
7652808033801587123
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Read This News Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share. STEP 2: Click the link you shared to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy