ગુજરાત માં કોરોના વાયરસ મહામારી ના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયા બાદ રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ઓ માટે શાળા ખોલી દીધી છે. જોકે રાજ્યમાં કેટલાક વાલીઓ હજુ પણ કોરોનાનાં ડરે પોતાના બાળકોને શાળામાં નથી મોકલી રહ્યા ત્યારે જુનાગઢથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ માં ટ્રસ્ટ સંચાલિત કે.એ.વણપરિયા સ્કૂલમાં એકસાથે 11 જેટલી વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવતા શાળાનું વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. હવે સ્કૂલના બાળકો પર પણ મહામારીના કહેરની અસર દેખાય રહી છે.
જણાવી દઇએ કે, ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જોકે શહેરી વિસ્તારોની મોટા ભાગની શાળાઓમાં વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા અચકાઇ રહ્યા છે.
નોંધનિય છે કે, તાજેતરમાં જ જામનગર જિલ્લાની જોડિયા સ્કૂલમાં પણ એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે એ અંગે વાંસદામાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, 4 જેટલી વિદ્યાર્થિનીઓએ ટેસ્ટ કરાવ્યા હતા અને તેમાંથી એકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
[post_ads]
11માંથી 8 શહેરમાં અને 3 હોસ્ટેલમાં રહે છે
કેશોદમાં આવેલી કે.એ.વણપરીયા પટેલ કન્યા વિઘા મંદિરમાં એકીસાથે 11 વિદ્યાર્થિનીઓ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. આ અંગે કન્યા છાત્રાલયના આગેવાન ડો.અશ્વીન અજુડીયાએ જણાવ્યું છે કે, સંસ્થાની શાળામાં આજથી ઘો.10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આજે પ્રથમ દિવસે સંસ્થા દ્વારા વર્ગમાં હાજર રહેલી વિદ્યાર્થિનીઓના કોરોનાના એન્ટીજીન રેપીડ ટેસ્ટ કરાવવામાં આવેલ હતા. જેમાં 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવેલી છે. આ 11 માંથી 8 શહેરમાં અને 3 વિદ્યાર્થિનીઓ શાળાની હોસ્ટેલમાં રહેતી હતી. આ તમામ વિદ્યાર્થિનીઓને કોઇપણ જાતની તકલીફ ન હોવાની સાથે કોઇપણ લક્ષણો જોવા મળ્યા ન હતા.
[post_ads]
સંકુલમાં સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરાઈ
વઘુમાં સર્તકતાના ભાગરૂપએ સંસ્થાએ તંત્ર સાથે સંકલન કરી 11 પોઝિટિવ આવેલી વિદ્યાર્થિનીઓના વાલીઓને જાણ કરી દેવામાં આવી છે. તમામ વિદ્યાર્થિનીઓને આઇસોલેટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર શાળા સંકુલ-હોસ્ટેલને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે શાળા-સંકુલમાં રહેલ અન્ય વિદ્યાર્થિનીઓને કોરોના માટે સજાગ રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ છે. હાલ અત્યારે પોઝિટિવ આવેલ એક પણ વિદ્યાર્થિનીઓને કંઇ તકલીફ નથી.
COMMENTS