ભારત
ચીની ઇફેકક્ટ્સ
PUBG બંધ થતા દેશના યુવાનોમાં એકતરફ આનંદનો માહોલ જામ્યો છે અને બીજીતરફ PUBGના શોખીનોના માથે દુઃખનો પહાડ તુટ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ બીજીવાર ચીની કંપનીઓને બંધ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. આ વખતે પ્રધાનમંત્રી મોદીએ PUBG સહીત 118 જેટલી ચીની કંપનીઓને બેન કરવાનો નિર્ણય કર્યો હતો. આ લીસ્ટમાં ઘણી મોટી મોટી એપ્લીકેશનોના નામ શામેલ હતા, જેમનું એક નામ PUBG હતું.
પીએમ નરેન્દ્ર મોદીના આત્મનિર્ભાર ચળવળને ટેકો આપવા કેનેડીયન બોલીવુડ કલાકાર અક્ષય કુમારે, મલ્ટિપ્લેયર એક્શન ગેમ લોન્ચની જાહેરાત કરી છે. જેને લઈને સોશિયલ મીડિયામાં તેની વાહવાહી થઇ રહી છે.આ ગેમ બનાવનાર વિશાલ ગોંડલ એક ભારતીય ઉદ્યોગ સાહસિક અને રોકાણકાર છે. તે GOQii ના સ્થાપક સીઇઓ છે અને અગાઉ ઈન્ડિયાગેમ્સને ડિઝની યુટીવીને 100 મિલિયન ડોલરમાં વેચી હતી.
“ફિયરલેસ એન્ડ યુનાઇટેડ – ગાર્ડ્સ FAU-G” રજૂ કરવા બદલ ગર્વ કરે છે. મનોરંજન ઉપરાંત, ખેલાડીઓ આપણા સૈનિકોના બલિદાન વિશે પણ શીખી શકશે. આ ગેમથી થતી ચોખ્ખી આવકનો 20% હિસ્સો ભારત કે વીર ટ્રસ્ટને દાનમાં આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરાઈ છે.
PUBGએ દેશના યુવાનોની નીંદ ચેન ઉડાવી લીધું હતું, દેશના યુવાનોને PUBGનો અલગ જ નશો હતો. પરંતુ પ્રધાનમંત્રી મોદીના એક નિર્ણયે આ યુવાનોને થંભાવી દીધા હતા. પરંતુ હાલ અક્ષય કુમારે આ યુવાનોને ખુશીના સમાચાર આપ્યા છે. જ્યારથી PUBG દેશમાંથી PUBG થઇ ત્યારથી લોકો વિચારી રહ્યા હતા કે, હવે રિલાયન્સ PUBG જેવી પોતાની નવી ગેમ બહાર લાવશે, પરંતુ આ અક્વળો વચ્ચે અક્ષય કુમારની એક પોસ્ટે આ યુવાનોને ખુશખુશાલ કરી દીધા છે.આ ગેમ બનાવનાર વિશાલ ગોંડલ એક ભારતીય ઉદ્યોગ સાહસિક અને રોકાણકાર છે. તે GOQii ના સ્થાપક સીઇઓ છે અને અગાઉ ઈન્ડિયાગેમ્સને ડિઝની યુટીવીને 100 મિલિયન ડોલરમાં વેચી હતી.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
COMMENTS