સમગ્ર ઉત્તર ગુજરાતને બાનમાં લેનાર કોરોના વાઈરસનું સંક્રમણ દિન પ્રતિદિન વકરી રહ્યું હોય રોજ રોજ કોરોના પોઝિટિવના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
જેમાં મંગળવારે બનાસકાંઠા તેમજ પાટણમાં વધુ ત્રણ ત્રણ કેસ સામે આવ્યા છે. જેમાં પાલનપુરમાં એક સરકાર વકીલ અને અંબાજીમાં ખાનગી ચેનલનો પત્રકાર અને ડીસાની એક મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
જ્યારે પાટણ શહેરમાં વધુ એક પુરુષ અને એક મહિલા તેમજ હારીજમાં એક પુરુષ કોરોના સંક્રમિત બનતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
છેલ્લા અઢિ માસથી કોરોના વાઈરસનો સામનો કરી રહેલા પાટણ જિલ્લામાં વધુ ત્રણ કેસ નોંધાવાની સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ૧૧૯ પર પહોંચ્યો છે.
જ્યારે બનાસકાંઠા જિલ્લામાં વધુ ત્રણ કેસ સામે આવતા કુલ આંક ૧૫૪ની ટોચે પહોંચ્યો છે. આમ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨૭૩ થતા લોકોમાં તીવ્ર ગતિએ ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને લઈ ફફડાટ ફેલાયો છે.
જોકે કોરોનાના કહેર વચ્ચે બનાસકાંઠામાં કોરોના વોરીયર્સ તરીકે સેવા આપતા આરોગ્ય કર્મીઓ તેમજ પોલીસ જવાનો પણ અગાઉ કોરોનામાં સપડાયા હતા.
જે બાદ અંબાજીમાં એક ખાનગી ચેનલમાં ફરજ બજાવતા એક પત્રકાર જાંબુડી નજીક આવેલ રિસોર્ટમાં રોકાયેલા કોંગ્રેસના ધારાસભ્યોના સતત કવરેજ કરી રહેલ તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે અને પાલનપુરમાં સરકાર વકીલ તરીકે સેવા આપતા ધારાશાસ્ત્રી પણ કોરોનામાં સપડાતા સ્થાનિક મિડીયા અને વકીલ આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
જોકે બનાસકાંઠા અને પાટણમાં મંગળવારે નોંધાયેલ ૬ કેસોમાં પાલનપુરમાં એક, અંબાજીમાં એક, ડીસામાં એક, પાટણ શહેરમાં બે અને હારીજમાં એક વ્યક્તિ કોરોના સંક્રમિત બન્યા છે. જેમાં પાલનપુર શહેરમાં પાંચ મહિલા અને બે પુરુષ મળીનેસાત વ્યક્તિ, જ્યારે પાટણ શહેરમાં ૪૯ પોઝિટિવ કેસો નોંધાયા છે.
આમ અનલોકમાં મળેલી છુટછાટ વચ્ચે સંક્રમણનો ફેલાવો વધતા પોઝિટિવ કેસોનો ગ્રાફ ટોચે પહોંચતા તંત્ર પણ દ્વિધામાં મુકાઈ જવા પામ્યું છે.
પત્રકાર:મહેશકુમાર સોની ડીસા

COMMENTS