અમરેલીના બગસરા ખાતે નવી સરકારી સાયન્સ કોલેજનો શુભારંભ.
રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્રારા મંજૂરી મળેલ નવી કોલેજમાં જૂન-૨૦૨૨થી નવા એડમિશન માટે પ્રક્રિયા શરૂ કરાઈ.
અમરેલી તા.૧૬ જૂન,૨૦૨૨ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી દ્વારા રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ-બગસરા ખાતે નવી સાયન્સ કોલેજ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
જેનું સંચાલન શિશણ વિભાગ-ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત આવતી નવી સરકારી સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને બેચરલ ઈન સાયન્સ કોર્સમાં (કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બોટની, ઝૂઓલોજી, મેથ્સ) એડમિશન આપવામાં આવશે. નવી સાયન્સ કોલેજ શરૂ થતાં બગસરા સહિત આસપાસના વિસ્તારના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને શિક્ષણ માટે ઉપરાંત રોજગાર ક્ષેત્રે ઉત્તમ તકો પ્રાપ્ત થશે. નવી સરકારી સાયન્સ કોલેજમાં નજીવી ફીના ધોરણે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એડમિશન મેળવી શકશે, વર્ષ ૨૦૨૨ માટે એડમિશન પ્રક્રિયા જૂન-૨૦૨૨થી શરૂ કરવામાં આવી છે, વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહિતના લાભ પણ ગુજરાત સરકાર દ્રારા આપવામાં આવશે. એડમિશન ઉપરાંત વધુ માહિતી માટે મો.૯૪૨૭૪૯૬૮૯૯, ૯૪૨૭૨૧૨૫૨૬ પર સંપર્ક કરી શકાશે એવું બહાઉદીન વિજ્ઞાન કોલેજ, જૂનાગઢના આચાર્યશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર :- કિશન નાથાણી
COMMENTS