આજે થેરવાડા મુકામે આવેલ ખેત તલાવડી નું શંકરભાઈ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો...
આજે પાણીની સમસ્યા ખુબ વિકટ બનતી જઈ રહી છે... પાણી એ સહિયારી સમસ્યા છે...એટલે એનું સમાધાન પણ સૌ માટે થાય એ ખુબ જરૂરી છે...એવામાં અણદાભાઈ જાટ અને પ્રવીણભાઈ માળી ની પ્રેરણાથી ૧૨૫ કરતા વધારે ખેત તલાવડી ઓ બનાસકાંઠામાં નિર્માણ પામી છે... અણદાભાઈ જાટ અને પ્રવીણભાઈ માળીએ બનાસકાંઠા ના દરેક ખેડૂત ના ખેતરમાં ખેત તલાવડી બને એવો નિર્ધાર કર્યો છે...ત્યારે એવામાં થેરવાડા ના વતની રમેશભાઈ ચૌધરી એ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી... આ ખેત તલાવડી આજુ બાજુ ના ગામો માટે પ્રેરણા પૂરી પાડી રહી છે...ખેત તલાવડી નું બાંધકામ પૂર્ણ થતાં આજે ગુજરાત સરકાર ના પૂર્વ આરોગ્યમંત્રી અને વર્તમાન બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો...જે પ્રસંગે શંકરભાઈ એ લોકોને પાણી વિશે વિગતવાર ચર્ચા વિચારણા પણ કરી હતી...ખેત તલાવડી ના ઉદ્ઘાટન પ્રસંગે બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી,બનાસ મેડિકલ ના ચેરમેન....બનાસડેરીના ડિરેક્ટર રામજીભાઈ દેસાઈ,ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળી, ખેત તલાવડી ના સ્થાપક અણદાભાઈ જાટ , ડેલિકેત અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા...
संवाददाता सुरेश ( बनासकांठा , गुजरात )
COMMENTS