બાબરા તાલુકાના થોરખાણ સાણથલી માર્ગ ૯૫ લાખના ખર્ચે બનશે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુહૂર્ત કર્યું.
બાબરા - ગોંડલ માર્ગ ને જોડતો આ માર્ગ ૬ કિલોમીટર અને ૩ મીટરની પહોળાઈ સાથે બનતા રાહદારીઓમાં આનંદની લાગણી પ્રસરી.
બાબરા તાલુકાના થોરખાણ થી ગોંડલ તાલુકાના સાણથલી માર્ગ સુધીનો આશરે ૬ કિલોમીટર અને ૩.૬ મિટરની પહોળાઈ સાથેનો આ માર્ગ નું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવતા અહીંના લોકોમાં વર્ષો જૂની માંગ પૂર્ણ થતાં રાહદારીઓમાં અને લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી .
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે બાબરા થી ગોંડલ ને જોડતા આ થોરખાણ-સાથલી માર્ગ ૯૫ લાખના ખર્ચે બનાવવામાં આવશે જેનું આજે ખાત મુહૂર્ત કરી કામગીરી શરૂ કરાવી દીધી છે સમય મર્યાદા અને ગુણવત્તા યુક્ત રીતે માર્ગ નું કામ થાય તે માટે કોન્ટ્રાકર અને અધિકારીઓને સૂચનાઓ પણ આપેલ છે
આ વિસ્તારમાંમાં અનેકવાર પ્રવાસ દરમિયાન સ્થાનિક લોકો અને રાહદારીઓમાંમાંથી સતત રજુઆત મળતા અને રોડની હાલત પણ બિસમાર હોવાથી માર્ગની ત્વરિત રાજ્ય સરકાર પાસે મંજૂરી મેળવી અહીં ૯૫ લાખના સીસી રોડની સુવિધાઓ સાથે પથ પ્રોટેક્શન દિવાલનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે તેમ અંતમાં ધારાસભ્ય દ્વારા જણાવ્યું હતું
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર,થોરખાણ ગામના સરપંચ વિવેકભાઈ સાકરિયા,ચંદુભાઈ સાકરીયા,પ્રવીણભાઈ પાનસુરીયા,રાજુભાઇ સોલંકી,હરેશભાઇ તેરૈયા,બાવભાઈ તલાવીયા,ભીખુભાઇ અકબરી,ધીરુભાઈ સાકરીયા,સહિતના ગામના સ્થાનિક અગ્રણીઓ અને બાબરા તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર :- કિશન નાથાણી
COMMENTS