નૃસિંહ ટેકરીથી બિલીયા જવાનો માર્ગ બિસ્માર, દુરસ્ત કરાવવા માંગ
નૃસિંહ ટેકરી થી શ્રી સહસ્ત્ર કળા માતાજી થઈને બિલીયા ગામ તરફ જવાના રસ્તા પર લાલપુર મેદાનની નજીક રોડ જાય છે જે સિધ્ધપુર બિલિયા ગામને જોડે છે ત્યાં છેલ્લા ઘણા સમયથી રહેણાંક પાણીનો નિકાલ રોડ પર થાય છે ત્યાં ખાડા પડી ગયા છે અને પાણી ૨૪ કલાક ભરાઈ રહે છે જેથી આ રસ્તે જતા રાહદારીઓ, માતાજીના દર્શન કરવા જતા હજારો શ્રધ્ધાળુઓ અને વાહનચાલકો ત્રાહીમામ પોકારી રહ્યા છે તો તાલુકા/જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ, લાલપુર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, PWD જેમના પણ અધિકાર ક્ષેત્ર માં આવતું હોય તેઓને તાત્કાલીક આ રોડની મરમ્મત કરાવવા લોકમાંગ ઉઠી રહી છે.ચોમાસા પહેલા આ રોડની દુરસ્તી કરવામાં નહી આવે તો આ ભયંકર ખાડા જીવલેણ બનશે.
અહેવાલ:-જલ્પેશ પરમાર(પાટણ)
COMMENTS