વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ કેળવાય તે માટે આગામી તા.૧૮ જાન્યુઆરીથી તા.૧૭ ફેબ્રુઆરી દરમ્યાન માર્ગ સલામતી માસની કરાશે ઉજવણી
પ્રતિ વર્ષ કરવામાં આવતી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર માસ દરમ્યાન ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા આગામી તા.૧૮ જાન્યુઆરીથી તા.૧૭ ફેબ્રુઆરી સુધી ચાલનારા માર્ગ સલામતી માસનો શુભારંભ કરવવામાં આવશે.
કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી એસ.કે.ગામીત દ્વારા આગામી તા.૧૮ જાન્યુઆરીથી તા.૧૭ ફેબ્રુઆરી સુધી ચાલનારા માર્ગ સલામતી માસની રૂપરેખા રજૂ કરવામાં આવી. [post_ads] જે અંતર્ગત તા.૧૯ જાન્યુઆરીના રોજ શહેરના બગવાડા દરવાજા ખાતે કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી તથા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વાહનચાલકોને પુષ્પ અર્પણ કરવામાં આવશે. સાથે જ ટ્રાફિકના નિયમોનું સ્વેચ્છાએ પાલન થાય તે માટે શપથ ગ્રહણ કરાવવામાં આવશે.
માર્ગ સલામતી માસ દરમ્યાન વાહનચાલકોને ટ્રાફિક અવેરનેસ માટે પેમ્પલેટ્સ તથા પુષ્પ આપવામાં આવશે. સાથે સાથે એસ.ટી. બસ તથા સરકારી કચેરીઓના ડ્રાયવર્સની તાલીમ, આંખ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ચિત્ર સ્પર્ધા અને સ્લોગન સ્પર્ધા, શાળાના બાળકો માટે રોડ સેફ્ટી વેબિનાર સહિતની જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા જિલ્લાના વિવિધ રસ્તાઓ પર પસાર થતા વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર્સ પણ લગાવવામાં આવશે.
આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારીશ્રી, પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
COMMENTS