હાલના આ કોરાના વૈશ્વિક મહામારીના સમયમાં ઓનલાઈન શિક્ષણનું મહત્વ અને ઉપયોગીતા ધણાં વધી ગયાં છે, ત્યારે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય દ્વારા ઈઝ તા. ૦૭/૦૭/૨૦૨૦ના રોજ એક ઐતિહાસિક શરુઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ઈન્ફ્બીનેટ(INFLIBNET) લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, જે સમગ્ર ભારતમાં આ પ્રકારની પ્રથમ લર્નિંગ સિસ્ટમ કરનાર યુનિવર્સિટી છે.
આ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમનું અનાવરણ યુ.જી.સી.ના ચેરમેન ડો. ડી.પી.સિંઘના હસ્તે કરવામાં આવ્યું. ઓનલાઈન યોજાયેલા આ કાર્યક્રમમાં ડો. ડી.પી.સિંઘે હાજર રહીં આ સિસ્ટમની ઉપયોગીતાની વાત કરી અને આવી પહેલ માટે યુનિવર્સિટીના કુલપતિશ્રી રામાશંકર દૂબે તથા ટીમને અભિનંદન પાઠવ્યા, એટલું જ નહીં ગુજરાતની ધરતી અને એના મહાન સપૂતોને યાદ કર્યાં. તેમજ
યુનિવર્સિટી ગીતની વિશેષતા અને ગુજરાત સાથે જોડાયેલા એનાં તત્વોની સરાહના કરી. ઉલ્લેખનીય છે કે આ યુનિવર્સિટી ગીત કુલપતિશ્રી રામાશંકર દૂબે દ્વારા રચવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં INFLIBNETના નિયામક ડો. જે.પી.સિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં સૌનું સ્વાગત કરતાં કુલપતિશ્રી પ્રો. રામાશંકર દૂબેએ ગુજરાતની ભૂમિ અને એની સાંસ્કૃતિક વિરાસતની વાત કરી હતી અને આ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમનું મહત્વ સમજાવ્યું હતું. જેની નોંધ યુ.જી.સી ચેરમેન ડો. ડી. પી. સિંઘે પણ લીધી હતી. કાર્યક્રમને અંતે આભાર વિધિ કુલસચિવ પ્રો. આલોક ગુપ્તએ કરી હતી. તેમજ આ કાર્યક્રમ ને સફળ બનાવવા ડો રાજેશ ભાઈ મકવાણા એ ભારે જહેમત ઉઠાવી હતી..
આ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમથી વિદ્યાર્થીઓ ઓનલાઇન ઉત્તમ શિક્ષણ તો મેળવી જ શકશે એટલું જ નહીં દુનિયાના અનેક સંશાધનોથી પણ અવગત થશે.

COMMENTS