સરસ્વતી તાલુકાના વામૈયા ગામના વતની અને અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા સેવાભાવી યુવાન શૈલેષભાઈ નાયી દ્વારા દર વર્ષે ની જેમ ચાલુ વર્ષે પણ પોતાના જન્મદિવસ ની ઉજવણી વામૈયા પ્રાથમિક શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી ને કરવામાં આવી હતી.
તેઓએ પોતાના જન્મદિવસ ની ઉજવણી પ્રસંગે પર્યાવરણ નાં જતન માટે નાં સંકલ્પ લીધા હતા અને ગ્રામજનો ને પણ વૃક્ષારોપણ થકી ગામને રળીયામણુ બનાવવા પ્રેરણા આપી હતી.
રીપોર્ટેર:-જલ્પેશ પરમાર

COMMENTS