સમગ્ર દેશમાં આજે સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બીજી બાજુ કોરોના (COVID-19) જેવી મહામારી ચાલી રહી છે ત્યારે શાળા ઓ મા સોશિયલ ડીસ્ટન રાખી અને મોઢે માસ્ક બાંધી ને સરકાર શ્રી ની ગાઈડ લાઈન નું ચુસ્ત પણે પાલન કરી ને સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં વાત કરવામાં આવે ધાનેરા તાલુકાના નેનાવા ગામ ની તો નેનાવા ગામ લોકો દ્વારા 15 મી ઓગસ્ટ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી 15 મી ઓગસ્ટ ના દિવસે ગામના યુવાનો,પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકો ,
ગામના સરપંચ શ્રી તેમજ ગામના આગેવાનો ના માર્ગદર્શન હેઠળ વ્હાઈટ ક્રોસ બ્લડ બેંક ધાનેરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને ..આવનારા સમય માં કોઈ પણ દર્દી ને બ્લડ ની જરૂર પડે તે માટે ધાનેરા વ્હાઈટ ક્રોસ બ્લડ બેંકમાં આશરે 65 બોટલ બ્લડ જમાં કરાવી ને ગામના દરેક રક્તદાતાઓ એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ હતુંરિપોર્ટર - પ્રવિણ બોગુ, ધાનેરા
COMMENTS