- સિવિલના ૩ ઈન્ટર્ન તબીબો કોરોનાને મ્હાત આપી ફરજ પર પરત ફરવા સજજ
કોરોનાની મહામારીનું સંકટ જ્યારે સમગ્ર દેશ પર ઘેરાયેલું હતું ત્યારે સિવિલના ઈન્ટર્ન તબીબો સ્વૈચ્છિક રીતે સામે ચાલીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે આગળ આવ્યા હતાં અને શા માટે તેમને દેવદૂત કહેવામાં આવે છે તે તેમણે ફરી એકવાર સાબિત કરી દીધું હતું.
સારવાર દરમિયાન કોરોનાગ્રસ્ત પણ થયા. પરંતુ જુસ્સો મંદ પડ્યો નહીં. આજે તેઓ કોરોનાને મ્હાત આપી ફરીથી ફરજબદ્ધ થવા થનગની રહ્યા છે. સમાજ પ્રત્યેની ફરજ જો આવા કપરાં સમયે અમે જો ન નિભાવીએ તો અમે નગુણા કહેવાઇએ. જન સમાજે જ્યારે અમારા હાથમાં તેમની જિંદગીની કમાન સોંપી હોય ત્યારે તેમાંથી તો કઇ રીતે પીછેહટ કરાય તેમ તેઓ તારસ્વરે જણાવે છે.
તેઓનું આ કથન માત્ર કથન નથી તેઓની ફરજપરસ્તીનું જીવતું જાગતું ઉદાહરણ છે. એમ જ તો થોડા તેમને દેવદૂત કહ્યાં છે.....
ઈન્ટર્ન તબીબ ડો. વિશાલ જાની આ અંગે કહે છે કે, ૧૨૦૦ બેડના ટ્રાયેજ એરિયા એટલે કે ઈમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતાં હું કોરોનાગ્રસ્ત થયો હતો. મને નારાયણી હાઈટ્સ હોટલમાં કોરોન્ટાઈન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મને કોરોનાના કોઇ જ ભયગ્રસ્ત લક્ષણો જણાયા નહોતા. નોડલ ઓફિસરના શ્રેષ્ઠ સંકલન અને તબીબી સારવારના કારણે હું ખૂબ જ ઝડપથી સાજો થઈ ગયો છું. હાલ હું ફરી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કર્તવ્યબધ્ધ થવા આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.
ઈન્ટર્ન તબીબ ડો. કૌશલ ગોહેલ સ્વાનુભવ વર્ણવતા કહે છે કે, દેશ સામે કોરોનાનું સંકટ ઘેરાયેલું હતું. મહામારીમાં દેશને તબીબોની ફરજપરસ્તીની જરૂર હતી ત્યારે પોતાની કર્તવ્યપરાયણતા સાબિત કરતાં મેં સ્વૈચ્છિક કોવિડમાં ડ્યુટી માંગી હતી. દર્દીઓની સારવાર દરમિયાન હું પણ કોરોના પોઝિટિવ થતાં તુરંત મને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. સિવિલના તબીબોની શ્રેષ્ઠ સારસંભાળના કારણે મારી સ્વાસ્થ્યની સ્થિતિ ખૂબ જ ઝડપી સુધરી અને હાલ હું સંપૂર્ણ સ્વસ્થ છું.... અને ફરીથી ફરજબદ્ધ થવા માટે કટિબદ્ધ છું.
આવા જ એક ગાયનેક વિભાગના રેસિડેન્ટ તબીબ ડો. અર્જૂન ચૌધરી કહે છે કે, કોરોનાગ્રસ્ત થતાં મને સારવાર હેઠળ મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન તબીબી સ્ટાફ દ્વારા અમારૂ ખૂબ સરસ કાઉન્સેલિંગ કરવામાં આવતું. શારીરિક સારવારની સાથે મનોસ્થિતિ પણ મજબૂત રહે તેનું સતત ધ્યાન રાખવામાં આવતુ હતું. સવારના નાસ્તાથી લઈ પૌષ્ટિક ભોજન સુધીની કાળજી લેવામાં આવતી હતી. જેનાથી હું ઝડપભેર સાજો થઇ ગયો. હાલ હું સંપૂર્ણપણે સ્વસ્થ છું અને કોવિડ ડ્યુટીમાં જોડાવા માટેની હર્ષભેર રાહ જોઈ રહ્યો છું.
આ એવા તબીબો છે કે જેમણે ક્ષણમાત્રનો પણ વિચાર કર્યા વગર સ્વૈચ્છિક રીતે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ડ્યુટી સ્વીકારી હતી અને સાજા થયા બાદ પણ ફરીથી દર્દીઓની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરવા માટે તબીબી વ્યવસાયમાં જોડાયા ત્યારે લીધેલા શપથને વિસર્યા વગર ફરીથી જોડાવા માટે સ્વયંભૂ તૈયાર છે. સલામ છે આવા વોલન્ટીયર્સને અને તેમના જુસ્સાને.... આવા યુવા ડોક્ટરોનો જુસ્સો જ ભારતને કોરોનાના કાળમુખા પંજામાંથી છોડાવી શકશે...અને ભારતને ફરીથી નવચેતનવાન, સ્વસ્થ, તંદુરુસ્ત બનાવી શકશે....

COMMENTS