India Corona Virus Case

Case - 6312,800 Deaths - 98,700, Recovered - 5273,893

સતત રક્તસ્ત્રાવ થવાના કારણે રિપલબેનનો જીવ જોખમે હતો

SHARE:

- સિવિલની સતર્કતા,સમયસૂચકતા,સંવેદનશીલતા ના સહિયારા પ્રયાસે રિપલને નવજીવન બક્ષ્યુ

- અમદાવાદ થી દિલ્હી,દિલ્હી થી જયપુર, જયપુર થી અમદાવાદ સિવિલ...

પહેલી નજરે વાંચતા એક ક્ષણ માટે વાહનવ્યવહારના રૂટની પ્રતિતિ થાય. પરંતુ આ રૂટ સાથે એક દંપતીની લાગણીઓ જોડાયલી છે. આ લાગણીઓ છે નિરાશામાંથી જન્મેલી નવીન આશાની, અંધકાર તરફ ધકેલાઇ  રહેલા જીવનમાં એકાએક મળેલ નવ ઉજાસની
દિલ્હીના મૂળ વતની પ્રિન્સ ભાઇના પત્ની રિપલ કે જેઓ હાલ અમદાવાદમાં રહે છે. તેમને માસીકની જગ્યાએ સતત રક્તસ્ત્રાવ થવા લાગ્યુ જેથી સધન સારવારની જરૂરિયાત ઉભી થઇ....જે માટે તેઓ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા. અહીંની તબીબી સારવારથી સંતુષ્ટ ન થઇ પ્રિન્સને દિલ્હીની વિવિધ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવુ યોગ્ય લાગ્યુ. દિલ્હી સ્થિત ખાનગી હોસ્પિટલમાં વિવિધ ટેસ્ટ અને રીપોર્ટ કરાવ્યા બાદ સ્થિતિ જોતા કંઇપણ સુધારો દેખાતો ન હતો. દિલ્હી સ્થિત હોસ્પિટલની સારવારથી પણ તેઓ સંતુષ્ટ ન હોવાના કારણે  મિત્રની સલાહ મુજબ જયપુરની એક ખાનગી  હોસ્પિટલમાં સારવાર લેવા  ગયા. ત્યાં પણ તેમની જટીલ સમસ્યાનું નિરાકરણ ન આવતા ફરી જયપુર થી અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં આવ્યા.
સતત રક્તસ્ત્રાવ થતો હોવાના કારણે લોહીની જરૂરિયાત ઉભી થતા પ્રિન્સે જાતે જ લોહીની વ્યવસ્થા કરી. પોતે પણ બ્લડ આપ્યુ તે છતા આ તકલીફમાં સુધાર જોવા ન મળ્યો. આ તકલીફ એટલી હદે વધી ગઇ કે રીપલ સારવાર દરમિયાન બાથરૂમ ગઇ ત્યારે બેભાન થઇને બાથરૂમ માં જ પડી ગઇ. આ તમામ પરિસ્થિતિઓ જોઇને પ્રિન્સ ભાંગી પડ્યા હતા. કંઇ સુઝી રહ્યુ ન હતુ. ત્યારે તેમના એક મિત્રએ સિવિલ  હોસ્પિટલના તબીબ ડૉ. સંજય કાપડીયાને આ કેસ વિષે વિગતવાર વાત કરતા ડૉ. સંજય કાપડીયાએ ક્ષણમાત્ર પણ વિચાર કર્યા વગર કહ્યુ સિવિલ લઇ આવો દર્દીને કંઇ નહીં થાય.

ડૉ. સંજય કાપડીયાના મળેલા આશ્વાસન , સિવિલના ગાયનેક વિભાગના તબીબ ડૉ. મહિમા જૈન, સિવિલની બ્લડ બેંક સાથે સિવિલના ઇમરજન્સી વિભાગની સતર્કતા અને સંકલનની સાથે આ તમામનાં સહિયારા પ્રયાસો અને જીવને પ્રાથમિકતા આપીને ગમે તે ભોગે તેને બચાવવાની પ્રતિબધ્ધતાના કારણે આજે રિપલબેનને નવજીવન મળ્યુ છે.
સિવિલ હોસ્પિટલનો અનુભવ જણાવતા પ્રિન્સ કહે છે કે સરકારી હોસ્પિટલ માટે નકારાત્મક વિચારધારા બંધાયેલી હતી એવામાં બધી ખાનગી હોસ્પિટલમાંથી નિરાશા હાથે લાગતા છેલ્લે આશાના નવીન કિરણ સાથે સિવિલ સારવાર અર્થે મારી પત્નીને લઇને આવ્યો. ૧૦૮માં બેસાડી સિવિલના ઇમરજન્સી ગાયનેક વિભાગમાં લાવ્યા ત્યારથી જ પ્રતિક્ષણ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ, રેસીડેન્ટ ડૉક્ટર, સિનિયર તબીબો મારી પત્નીની સેવા સુશ્રુષામાં લાગી ગયા. આ તબીબી નિષ્ણાંત ટીમે લાંબી જહેમત ઉપાડી મારી પત્ની રિપલને મોતના મુખમાંથી પાછા લાવી નવજીવન  બક્ષ્યુ છે. જે માટે સિવિલના તબીબોથી લઇ તમામ સ્ટાફનો હું  હરહંમેશ ઋણી રહીશ.



ગાયનેક વિભાગના તબીબ આ કેસની વિગતવાર માહિતી આપતા કહે છે કે દર્દી જ્યારે ૧૨૦૦ બેડના ગાયનેક વિભાગમાં સારવાર માટે આવ્યું ત્યારે અત્યંત ગંભીર હાલતમાં હતું . તેના માસીકની જગ્યાએ સતત રક્તસ્ત્રાવ થઇ રહ્યુ હતુ. સૌપ્રથમ તેને લોહી ચઢાવીને સ્થિતિ સામાન્ય કરવામાં આવી. ત્યારબાદ લેપ્રોટોમી કરવામાં આવતા ખબર પડી કી પ્રથમ બાળકના ઓપરેશન વખતેના લીધેલા ગર્ભાશય પરના ટાંકા પર હિમેટો(લોહી જામી જવાની ક્રિયા) થઇ ગયુ છે. જેના કારણે યુટ્રેસમાંથી લોહીનું સતત થતુ વહન અટકાવવા માટે હિસ્ટ્રેટોમી (ગર્ભાશય કાઢી દેવુ) કરવામાં આવી...હાલ આ દર્દી સામાન્ય હાલતમાં છે.

આ રીતે સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના તબીબોની કુશળતાના અને સિવિલ હોસ્પિટલના વહીવટ અને સંકલનના કારણે ઘણા દિવસોથી હેરાન થઇ રહેલા તેમજ સારવાર માટે વિવિધ રાજ્યોમાં ભટકી રહેલા દંપતીને  ત્વરીત અને શ્રેષ્ઠ સારવાર મળી રહી. સાથે સાથે સિવિલ હોસ્પિટલે ફરી વખત દર્દીઓ માટેની સંવેદનશીલતાની સાથે પોતાની પ્રતિબધ્ધતાની પ્રતિતિ કરાવી છે.

સંકલન - અમિતસિંહ ચૌહાણ

COMMENTS

नाम

01,16,02,39,03,23,04,31,05,240,06,4,07,150,08,61,09,93,10,28,11,36,12,3,13,43,14,29,15,10,16,5,17,11,18,63,19,177,20,2,21,321,22,4,23,1,24,1,25,12,26,78,27,10,28,4,29,10,30,1360,31,3,32,3,33,6,34,1,35,1,36,1,37,1,38,1,39,3,40,3,41,2,42,1,43,20,44,1,45,4,46,2,47,2,48,8,50,1,51,26,53,2,54,5,55,1,56,2,57,1,58,1,59,468,60,2,61,3,62,5,63,1,64,3,65,2,66,2,70,51,72,2,फिटनस,10,andra,5,Big Story,30,Bihar,77,Bollywood,9,Breaking News,21,business,6,Chhattisgarh,155,coronavirus,149,crime,13,Delhi,16,education,12,food news,8,Gadgets,1,Gujarat,230,haryana,28,himachal pradesh,436,jaunpur,416,Jharkhand,1215,Jharkhand 19,2,jyotish,14,Lockdown,223,madhya pradesh,408,maharashtra,7,MAHARASHTRA 51,14,maharastra,160,New Delhi,25,News,56,poem,1,politics,24,Pragati Media,2924,punjab,476,rajasthan,374,Real story,2,Religion,13,tecnology,9,Uttar Pradesh,1198,Uttrakhand,20,West Bengal,2,
ltr
item
Pragati Media : Hindi News, Breaking News, All India News: સતત રક્તસ્ત્રાવ થવાના કારણે રિપલબેનનો જીવ જોખમે હતો
સતત રક્તસ્ત્રાવ થવાના કારણે રિપલબેનનો જીવ જોખમે હતો
સતત રક્તસ્ત્રાવ થવાના કારણે રિપલબેનનો જીવ જોખમે હતો
https://1.bp.blogspot.com/-gjB_4aEquBA/XutSDdm6UfI/AAAAAAAAXwE/Y_anlrI6QPw1SYk_QRh80IQubUp4Lx1tQCLcBGAsYHQ/s640/IMG-20200618-WA0043.jpg
https://1.bp.blogspot.com/-gjB_4aEquBA/XutSDdm6UfI/AAAAAAAAXwE/Y_anlrI6QPw1SYk_QRh80IQubUp4Lx1tQCLcBGAsYHQ/s72-c/IMG-20200618-WA0043.jpg
Pragati Media : Hindi News, Breaking News, All India News
https://www.pragatimedia.org/2020/06/Gujarati-news-gujarat-today-khabar.html
https://www.pragatimedia.org/
https://www.pragatimedia.org/
https://www.pragatimedia.org/2020/06/Gujarati-news-gujarat-today-khabar.html
true
7652808033801587123
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Read This News Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share. STEP 2: Click the link you shared to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy