પાલનપુર મુકામે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ઓગમેન્ટશન ટેપ કનેક્ટીવીટી ઇન રૂરલ એરીયા (જનરલ/ટ્રાયબલ) યોજના અંતર્ગત પ્રત્યેક ઘરને નળ થી જોડવા માટે બનાસકાંઠા જિલ્લાના ૧૭૪૭ ગામો અને પરાઓ માટે રૂ. ૨૦૦.૮૨ કરોડની યોજનાઓ મંજુર કરવામાં આવી છે. આ યોજનાઓ પૈકી ૧૨૨૩ ગામો અને પરાઓમાં રૂ. ૧૬૩.૮૨ કરોડની યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. ૪૭૮ ગામો અને પરાઓની યોજનાઓ પ્રગતિ હેઠળ છે. વાસ્મોના યુનિટ મેનેજર શ્રીમતી મેવાડાએ માહિતી આપતાં જણાવ્યું કે, ગઇ બેઠકમાં મંજુર થયેલ ૪૧૦ યોજનાઓ પૈકી ૪૧ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. ૭૨ યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે.
૧૦૦ યોજનાઓના ટેન્ડર કરી વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. ૪૫ યોજનાઓના ટેન્ડર અપલોડ કરવામાં આવ્યા છે અને ૨૦ યોજનાઓના રિટેન્ડર કરવામાં આવ્યા છે. ૬૯ યોજનાઓના ડી.ટી.પી. મંજુર કરવામાં આવેલ છે. તેમણે કહ્યું કે સરકારશ્રીના નળ સે જળ કાર્યક્રમ અંતર્ગત નળ કનેક્શન વગરના બાકી રહેલા તમામ ઘરોને નળ કનેક્શન થી પાણીની સુવિધા પુરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ ગામોમાં ૧૦૦ ટકા નળ કનેક્શનની સુવિધા ઉભી કરવા ગામોની પાણી સમિતિઓ દ્વારા ખુટતા ઘટકોનું આયોજન કરવામાં આવ્યું હોય તેવા ૨૫૦ ગામો માટે રૂ. ૧૪૧૪.૮૧ લાખની યોજના બનાવાઇ છે. આ યોજનામાં કુલ-૨૩,૩૭૪ ઘરોને નળ કનેક્શનથી આવરી લેવામાં આવ્યા છે. જિલ્લામાં અનુસૂચિત જાતિની ૪૦ ટકા થી વધુ વસ્તી ધરાવતા ૯ ગામો તથા ૨૫૦ માણસોથી વધુ વસ્તી ધરાવતા ૪૪૪ ગામોમાં લોકફાળો સહાય તરીકે આપવામાં આવેલ હોઇ, આ યોજનાઓ પૈકી ૩૨ યોજનાઓ એસ.સી. કેટેગરીમાં અને ૫૫ યોજનાઓ એસ.ટી. કેટેગરીમાં આવતી હોઇ આ ગામોની યોજનાઓ માટે લોકફાળો ભરવાનો નથી.
જિલ્લાના અંતરીયાળ કે છેવાડાના વિસ્તારો સુધી પીવાના પાણીની મુશ્કેલી નિવારવા સ્થાનિક લોકોની જરૂરીયાત પ્રમાણે આયોજન કરી કામગીરી કરવા કલેકટરશ્રીએ અધિકારીઓને સુચના આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરશ્રી એમ. એમ. ગુપ્તાર, પાણી પુરવઠાના અધિકારીશ્રી બુંબડીયા, વાસ્મોના શ્રી આશીષ ચૌધરી સહિત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- પ્રવિણ બોગુ, ધાનેરા

COMMENTS