ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જળ વ્યવસ્થાપનના જાતનિરીક્ષણ માટે આવેલા પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સમી ખાતે પશુ દવાખાનાની મુલાકાત લીધી. કેબિનેટ મંત્રીશ્રીએ હાલમાં ચાલી રહેલી ખરવા મોવાસાના રસીકરણની કામગીરીની સમિક્ષા કરી હતી.
સાથે જ પશુપાલન વિભાગ દ્વારા ૧૦ ગામ દીઠ ફાળવવામાં આવેલી મોબાઈલ પશુ દવાખાનાની કામગીરીની સમીક્ષા કરી હતી. નાયબ પશુપાલન નિયામક ડૉ. વી.બી. પરમાર દ્વારા સમી પશુ દવાખાના ખાતે કાર્યરત આધુનિક સાધનો અંગે મંત્રીને અવગત કરાવવામાં આવ્યા હતા. જિલ્લામાં ચાલતી પશુપાલન અંગેની યોજનાકીય માહિતી મેળવી કેબિનેટ મંત્રીએ સંલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે સંસદ સભ્ય ભરતસિંહજી ડાભી, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરતથા જિલ્લા સંગઠન પ્રમુખ મોહનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

COMMENTS