સાંતલપુર તાલુકાના ગામોમાં રણતીડ જોવા મળતાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેલન્સ હાથ ધરાયું

SHARE:

રણતીડ નિયંત્રણ માટે દાત્રાણા ગામેગ્રામ સેવકો દ્વારા સર્વેલન્સ અને મોનિટરીંગની સાથે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો

જિલ્લા વહિવટી તંત્રના સંકલનમાં રહી રણતીડ અંગેની માહિતી આપવા તથા જંતુનાશક દવાના છંટકાવ સહિતના પગલા લેવા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને અનુરોધ

સાંતલપુર તાલુકાના દાત્રાણા તથા આસપાસના ગામોમાં થોડી માત્રામાં રણતીડ જોવા મળ્યા હતા, જેને ધ્યાને લઈ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ ગ્રામ સેવકો દ્વારા દાત્રાણા ખાતે દવાનો છંટકાવ કરી તીડ નિયંત્રણની કામગીરી પણ કરવામાં આવી. ખેતીવાડી વિભાગ દ્વારા વહિવટી તંત્રના સંકલનમાં રહી રણતીડ અંગે જરૂરી પગલા ભરવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.
તાજેતરમાં મળતા અહેવાલ અનુસાર ગુજરાતના સરહદી વિસ્તારના રણકાંઠાના જિલ્લાઓમાં  રણતીડના ટોળા આવી શકે તે શક્યતાને ધ્યાને લઇ, આગોતરા આયોજનના ભાગરૂપે જુદા જુદા તાલુકાોમાં ૧૫ જેટલી ટીમો બનાવી રણતીડના સર્વેલન્સની કામગીરી ખેતીવાડી વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.સાંતલપુર તાલુકાના દાત્રાણાતથા થોડા દિવસ અગાઉ કિલાણા અને પિપરાળા ગામોની આસપાસ છુટાછવાયા રણતીડ જોવા મળ્યા હતા. જેનું વહિવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ખેડૂતો સાથે સંકલનમાં રહી સર્વેલન્સ અને સતત મોનિટરીંગ કરી ગ્રામ સેવકો દ્વારા તીડ નિયંત્રણ માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
ખેડૂતોએ સરહદી ગામોમાં રણતીડ જોવા મળે તો તીડ કઈ દિશામાંથી આવ્યા છે, કેટલા વિસ્તારમાં તીડ બેઠા છે, કયા ગામે સીમમાં બેઠા છે તે અંગેની માહિતી મેળવી તુરંત જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ નં ૦૨૭૬૬-૨૨૪૪૮૯ ઉપર જાણ કરવા અથવા ગ્રામ સેવકને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે સાથે તાત્કાલીક વિસ્તરણ અધિકારી તેમજ તાલુકા અમલીકરણ અધિકારી ખેતીવાડી વિભાગ સાથે સંકલનમાં રહી રાધનપુર/પાટણ પેટા વિભાગ મદદનીશ ખેતી નિયામકની કચેરી ખાતે જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે.
વધુમાં હાલ ઉનાળાની ઋતુ હોઈ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ૫૦૭ હેક્ટર જેટતલું જ વાવેતર હોઈ રણતીડથી નુકશાનીની શક્યતા ખુબ ઓછી છે. તેમ છતાં તીડ ઉપદ્રવ જોવા મળે તો નિયંત્રણ માટે જ્યાં ખેતીના પાક પર અથવા ઘાંસિયામાં ટોળા બેસે તો પ્રથમ થાળી, ઢોલ વગેરેનો અવાજ કરી રણતીડ ભગાડવા પ્રયત્ન કરવો. રણતીડ નિયંત્રણ માટે ગ્રામકક્ષાએ જીપ, ટ્રેલર, ટ્રેક્ટર તથા દવા છંટકાવ માટે ફૂટ સ્પ્રેયર અથવા આવર ઓપ સ્પ્રેયર જેવા તીડ નિયંત્રણ યુનિટ સરપંચ અને પ્રગતિશિલ ખેડૂતોની આગેવાનીમાં કાર્યરત કરવું.
તીડની ગીચતાના આધારે ઉપદ્રવિત વિસ્તારમાં વહેલી સવારના સમયે કલોરપાયરીફોસ ૨૦ %EC (૨૪મીલી), ૫૦ %EC(૧૦મીલી), લેમડાસાય્હેલોથ્રીન ૫% EC (૧૦ મીલી) , મેલાથીયોન ૫૦ % EC  (૩૭ મીલી),, ફીપ્રોનીલ ૫% SC (૨.૫મીલી), ફીપ્રોનીલ ૨.૯૨% EC(૪.૫મીલી), ડેલ્ટામેથ્રીન ૨.૮% EC (૧૦મીલી) દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને ઉપદ્રવીત વિસ્તારમાં જરૂરીયાત મુજબ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

COMMENTS

नाम

01,16,02,39,03,23,04,31,05,240,06,4,07,182,08,61,09,93,10,28,11,36,12,3,13,43,14,29,15,10,16,5,17,11,18,63,19,177,20,2,21,398,22,4,23,1,24,1,25,12,26,78,27,10,28,4,29,10,30,1360,31,3,32,3,33,6,34,1,35,1,36,1,37,1,38,1,39,3,40,3,41,2,42,1,43,20,44,1,45,4,46,2,47,2,48,8,50,1,51,27,53,2,54,5,55,1,56,2,57,1,58,1,59,579,60,2,61,3,62,5,63,1,64,3,65,2,66,2,70,186,72,2,फिटनस,10,andra,5,Big Story,35,Bihar,77,Bollywood,9,Breaking News,24,business,7,Chhattisgarh,197,coronavirus,156,crime,20,Delhi,17,education,12,food news,8,Gadgets,1,Gujarat,235,haryana,29,himachal pradesh,649,jaunpur,525,Jharkhand,1215,Jharkhand 19,2,jyotish,16,law,1,Lockdown,225,madhya pradesh,443,maharashtra,16,MAHARASHTRA 51,21,maharastra,161,New Delhi,25,News,56,poem,1,politics,26,Pragati Media,3394,punjab,629,rajasthan,383,Real story,2,Religion,13,tecnology,10,Uttar Pradesh,1361,Uttrakhand,21,West Bengal,2,
ltr
item
Pragati Media : Hindi News, Breaking News, All India News: સાંતલપુર તાલુકાના ગામોમાં રણતીડ જોવા મળતાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેલન્સ હાથ ધરાયું
સાંતલપુર તાલુકાના ગામોમાં રણતીડ જોવા મળતાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેલન્સ હાથ ધરાયું
સાંતલપુર તાલુકાના ગામોમાં રણતીડ જોવા મળતાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેલન્સ હાથ ધરાયું
https://1.bp.blogspot.com/-Cu6z0pHh6a8/XsdgUHJRbJI/AAAAAAAAW4k/8b-9vHARzfAjI0rprqVsBE7nHxOYUi0YgCLcBGAsYHQ/s640/IMG_20200522_102315_518.jpg
https://1.bp.blogspot.com/-Cu6z0pHh6a8/XsdgUHJRbJI/AAAAAAAAW4k/8b-9vHARzfAjI0rprqVsBE7nHxOYUi0YgCLcBGAsYHQ/s72-c/IMG_20200522_102315_518.jpg
Pragati Media : Hindi News, Breaking News, All India News
https://www.pragatimedia.org/2020/05/blog-post_37.html
https://www.pragatimedia.org/
https://www.pragatimedia.org/
https://www.pragatimedia.org/2020/05/blog-post_37.html
true
7652808033801587123
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Read This News Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share. STEP 2: Click the link you shared to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy