.............
આરોગ્યકર્મીઓ દ્વારા તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું, સ્વૈચ્છીક સંસ્થાના સહયોગથી ભોજન અને બાળકો માટે દૂધ સહિતની વ્યવસ્થા કરાઈ
........................
માહિતી બ્યુરો, પાટણ
લોકડાઉનના કારણે દિયોદરથી પોતાના વતન દાહોદ પગપાળાં જતાં ૨૮ જેટલાં શ્રમિકોને પોલીસકર્મીઓ દ્વારા અટકાવી તે અંગે જિલ્લા વહિવટી તંત્રને જાણ કરતાં તમામ શ્રમિકોને જાળેશ્વર પાલડી ખાતે આવેલા શેલ્ટર હૉમમાં રાખવામાં આવ્યા છે. આરોગ્યકર્મીઓ દ્વારા તેમના આરોગ્યની તપાસણી ઉપરાંત તેમના ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી.
કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓના પગલે દેશભરમાં આપવામાં આવેલા લોકડાઉનના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કામ કરતાં શ્રમિકો પોતાના વતન પાછા ફરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદરથી ૧૧ બાળકો સહિત ૨૮ જેટલાં શ્રમિકો પોતાના વતન દાહોદ પગપાળા જઈ રહ્યા હતા. પાટણના સરસ્વતી તાલુકાના મોટા નાયતા પાસે પોલીસ દ્વારા તેમને અટકાવી જિલ્લા વહિવટી તંત્રને જાણ કરવામાં આવી. જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની સુચનાથી સરસ્વતીના તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા તુરંત મોટા નાયતા ખાતે આ શ્રમિકોની જમવાની વ્યવસ્થા કરી તેમને જાડેશ્વર પાલડી ખાતે આવેલા શેલ્ટર હૉમમાં ખસેડવામાં આવ્યા.
જાડેશ્વર પાલડી ખાતે આવેલા શેલ્ટર હૉમમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું. ૧૧ બાળકો અને ૮ મહિલાઓ સહિત આ ૨૮ શ્રમિકો માટે સ્વૈચ્છીક સંસ્થાના સહયોગથી ભોજન પુરૂં પાડવામાં આવી રહ્યું છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બાળકોની વિશેષ કાળજીના ભાગરૂપે જાડેશ્વર પાલડી ગામે આવેલી દૂધ મંડળીમાંથી દૂધની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
શ્રમિકોને પોતાના વતન જવા એસ.ટી. બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા સાથે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શ્રમિકોને પગપાળા પોતાના વતન ન જવા અપીલ કરી હતી. સાથે જ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ જિલ્લાના શ્રમિકોને પગપાળા પોતાના વતન ન જતાં પોતાના હાલના સ્થળે જ રોકાવા અપીલ કરવા સાથે જરૂરિયાતના સમયમાં જિલ્લા વહિવટી તંત્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

COMMENTS