India Corona Virus Case

Case - 8958,800 Deaths - 131,700, Recovered - 8383,893

શંકાસ્પદ કોરોના વાયરસના તમામ ૧૨ વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ નેગેટીવ, હાલ ૧૫૫ પ્રવાસીઓ ઓબ્ઝર્વેશન હેઠળ

SHARE:

કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ માટે જિલ્લા વહિવટી તંત્રની અસરકારક કામગીરી
ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે મૃત્યુ પામનાર વ્યક્તિના શંકાસ્પદ કોરોના વાયરસનો ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ
વાયરસ સંક્રમણની ગંભીર શક્યતાઓને ધ્યાને લઈ ૧૯ ખાનગી ડૉક્ટર્સ દ્વારા વેન્ટીલેટર આપવા તૈયારી દર્શાવવામાં આવી
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ટેકો પ્લસ આધારિત સરવે હાથ ધરી૨.૫૧ લાખ કરતાં વધુ લોકોની મુલાકાત


પાટણ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણ નિયંત્રણ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. શંકાસ્પદ કોરોના વાયરસની તપાસ માટે લેવામાં આવેલા તમામ ૧૨ વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. હાલ જિલ્લામાં કુલ ૧૫૫ વિદેશી પ્રવાસીઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે. વધુમાંતા.૨૫ માર્ચના રોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ટેકો પ્લસ આધારીત સરવે હાથ ધરી ૨.૫૧ લાખ વ્યક્તિઓની મુલાકાત કરવામાં આવી.
પાટણ જિલ્લાની ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે આઈસોલેશનમાં રાખવામાં આવેલા શંકાસ્પદ નોવેલ કોરોના વાયરસના તમામ ૧૨ વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. તા.૨૪ માર્ચના રોજ ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે મૃત્યુ પામનાર સિદ્ધપુર તાલુકાના ૪૭ વર્ષિય વ્યક્તિના શંકાસ્પદ કોરોના વાયરસના ટેસ્ટ સેમ્પલ નેગેટીવ આવ્યા છે.વધુમાં જિલ્લામાંપ્રવેશેલા ૧૫૫વિદેશી પ્રવાસીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
કોરોના વાયરસના ત્રણ તબક્કાઓ પૈકી રાજ્ય હાલ બીજા અને ત્રીજા તબક્કા વચ્ચે છે. વાયરસનું સંક્રમણ ક્લસ્ટર બેઝ સ્પ્રેડમાંથી કોમ્યુનિટી બેઝ સ્પ્રેડમાં ન પહોંચે તે માટે પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પ્રોએક્ટીવ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આરોગ્ય વિભાગના પેરા મેડિકલ અને નોન પેરા મેડિકલ સ્ટાફની ૧,૬૮૫ જેટલી ટીમ દ્વારા ટેકો પ્લસ એપ્લિકેશન આધારીત હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ટીમ દ્વારા જિલ્લાભરના ૫૯,૬૬૬ ઘરોની મુલાકાત લઈ કુલ ૨,૫૧,૬૩૩ વ્યક્તિઓની મુલાકાત લઈ તેમનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા હાઉસ ટુ હાઉસ સરવેમાં સ્ક્રિનીંગ કરવામાં આવેલા વ્યક્તિઓ પૈકી ૧,૧૯૩ વ્યક્તિઓને ખાંસીની તકલીફ, ૪૧૬ વ્યક્તિઓને તાવ, ૧૪ વ્યક્તિઓને શ્વાસ લેવામાં તકલીફ તથા તાવ, ખાંસી અને શ્વાસની તકલીફવાળા ૧૯ વ્યક્તિઓ મળી આવ્યા જેમને આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
સમગ્ર દેશમાં પ્રવર્તી રહેલી લોકડાઉનની સ્થિતિના પગલે જિલ્લામાં ખાનગી ડૉક્ટર્સની સુવિધા મર્યાદિત થવાના કારણે જિલ્લાની જનરલ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુલ ૩૮ સગર્ભા મહિલાઓની ડિલીવરી કરાવવામાં આવી.
સાથે સાથે કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓની ગંભીરતાને ધ્યાને રાખી ભવિષ્યની અસરોને પહોંચી વળવા ૧૯ ખાનગી ડૉક્ટર્સ દ્વારા તેમની હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ વેન્ટીલેટર્સ આપવા તૈયારી દર્શાવવામાં આવી છે.

COMMENTS

नाम

01,16,02,39,03,23,04,31,05,240,06,4,07,167,08,61,09,93,10,28,11,36,12,3,13,43,14,29,15,10,16,5,17,11,18,63,19,177,20,2,21,393,22,4,23,1,24,1,25,12,26,78,27,10,28,4,29,10,30,1360,31,3,32,3,33,6,34,1,35,1,36,1,37,1,38,1,39,3,40,3,41,2,42,1,43,20,44,1,45,4,46,2,47,2,48,8,50,1,51,27,53,2,54,5,55,1,56,2,57,1,58,1,59,539,60,2,61,3,62,5,63,1,64,3,65,2,66,2,70,162,72,2,फिटनस,10,andra,5,Big Story,34,Bihar,77,Bollywood,9,Breaking News,23,business,7,Chhattisgarh,191,coronavirus,156,crime,18,Delhi,16,education,12,food news,8,Gadgets,1,Gujarat,233,haryana,29,himachal pradesh,619,jaunpur,486,Jharkhand,1215,Jharkhand 19,2,jyotish,15,law,1,Lockdown,225,madhya pradesh,421,maharashtra,12,MAHARASHTRA 51,19,maharastra,160,New Delhi,25,News,56,poem,1,politics,26,Pragati Media,3247,punjab,540,rajasthan,376,Real story,2,Religion,13,tecnology,10,Uttar Pradesh,1296,Uttrakhand,20,West Bengal,2,
ltr
item
Pragati Media : Hindi News, Breaking News, All India News: શંકાસ્પદ કોરોના વાયરસના તમામ ૧૨ વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ નેગેટીવ, હાલ ૧૫૫ પ્રવાસીઓ ઓબ્ઝર્વેશન હેઠળ
શંકાસ્પદ કોરોના વાયરસના તમામ ૧૨ વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ નેગેટીવ, હાલ ૧૫૫ પ્રવાસીઓ ઓબ્ઝર્વેશન હેઠળ
https://1.bp.blogspot.com/-ttlA1g69mpk/Xnt_fqhERnI/AAAAAAAAVUU/iNlyInkakHoCDW-cU0tUjyWTUryReRoNwCEwYBhgLKs0DAMBZVoDkQwfzKKpp-cks3LoFY-eNE-QGkuYvfkdVdRapOLUBIlT2bvtKCdME74w2BZ5PRBLvz4hFBX0nXxVHxY4il020DDtX7UW1Vlbwdf5Iac2b1hYbn4g3gAypTPnUNGzlEGo0jL01K-wSw8k5zKM2B_Xq82Kg9jP5K9ar_GZC3E1tIhoHIBPF0nxKKDF7O8Y_8rJ_2CWxzTU7-EmEBiotD74xxkRLdzJr5LY6_Y1LKPI0LWvsUYLYZ7RgT-nb3PUGx4SacAuAEg8Tmac8WKsNpeGcxEkulJr-wNvT-s0ghM_3PfUfUjGwt3JNZhHuZ2mxs6v5yCnF26RfDKXZvFLCxHbJ5qwiU9uT_0HENovSJg6mz84hf2rPiUbXKN2UKN5pK6U9dZnR1VoAZa2BndMGG0_ua1-BfXyM-T4O7jilB5W3x_840Gb_ZztrJFFHcqkNMY2tAMpwCVxhzNGydlvA7zfAEQlZjDc0enuX7OfPX9gB9znXZw3LoFZJO_0z-KQYldWAVwkoWq7Bl8mBc1dpiQQYrCC0aMJZBExY9iB4mFIqXuCmqYRL2UkqjntISCCrYZf_rU-uPlk37E5gxUqtvtwFe-lfbdfPo2Ywhofu8wU/s640/IMG-20200325-WA0031.jpg
https://1.bp.blogspot.com/-ttlA1g69mpk/Xnt_fqhERnI/AAAAAAAAVUU/iNlyInkakHoCDW-cU0tUjyWTUryReRoNwCEwYBhgLKs0DAMBZVoDkQwfzKKpp-cks3LoFY-eNE-QGkuYvfkdVdRapOLUBIlT2bvtKCdME74w2BZ5PRBLvz4hFBX0nXxVHxY4il020DDtX7UW1Vlbwdf5Iac2b1hYbn4g3gAypTPnUNGzlEGo0jL01K-wSw8k5zKM2B_Xq82Kg9jP5K9ar_GZC3E1tIhoHIBPF0nxKKDF7O8Y_8rJ_2CWxzTU7-EmEBiotD74xxkRLdzJr5LY6_Y1LKPI0LWvsUYLYZ7RgT-nb3PUGx4SacAuAEg8Tmac8WKsNpeGcxEkulJr-wNvT-s0ghM_3PfUfUjGwt3JNZhHuZ2mxs6v5yCnF26RfDKXZvFLCxHbJ5qwiU9uT_0HENovSJg6mz84hf2rPiUbXKN2UKN5pK6U9dZnR1VoAZa2BndMGG0_ua1-BfXyM-T4O7jilB5W3x_840Gb_ZztrJFFHcqkNMY2tAMpwCVxhzNGydlvA7zfAEQlZjDc0enuX7OfPX9gB9znXZw3LoFZJO_0z-KQYldWAVwkoWq7Bl8mBc1dpiQQYrCC0aMJZBExY9iB4mFIqXuCmqYRL2UkqjntISCCrYZf_rU-uPlk37E5gxUqtvtwFe-lfbdfPo2Ywhofu8wU/s72-c/IMG-20200325-WA0031.jpg
Pragati Media : Hindi News, Breaking News, All India News
https://www.pragatimedia.org/2020/03/Corona-virus-how-spared-control-Patan-Gujarat-news.html
https://www.pragatimedia.org/
https://www.pragatimedia.org/
https://www.pragatimedia.org/2020/03/Corona-virus-how-spared-control-Patan-Gujarat-news.html
true
7652808033801587123
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Read This News Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share. STEP 2: Click the link you shared to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy